Not Set/ કતારગામમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિડીયો બનાવી પડાવ્યા રૂ. 1.26 કરોડ

સુરત શહેરમાં એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં 10 જેટલા લોકો એક યુવકને વેપારની લાલચ આપીને એક દુકાનમાં લઈ ગયા હતા.

Gujarat Surat
A 3 કતારગામમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિડીયો બનાવી પડાવ્યા રૂ. 1.26 કરોડ

સુરત શહેરમાં એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં 10 જેટલા લોકો એક યુવકને વેપારની લાલચ આપીને એક દુકાનમાં લઈ ગયા હતા. અહીં યુવક વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાદમાં આ કૃત્યનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આટલા રૂપિયા પડાવ્યા છતાં યુવકને બ્લેકમેઇલ કરનારા લોકોની માંગણી શરૂ જ રહી હતી. બીજી તરફ ઘરમાંથી રૂપિયા ગાયબ થવા બાબતે પિતાએ તેના પુત્રની પૂછપરછ કરી હતી. જે બાદમાં પુત્રએ તેની સાથે બનેલી ઘટનાની પિતાને કહી સંભળાવી હતી. જે બાદમાં પિતાએ 10 લોકોની ટોળકી સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ મામલે પોલીસ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં તોતિંગ વધારો ઝીંકાયો, ખાનગીકરણનો ભોગ બનશે પ્રવાસીઓ

આ મામલે મળતી માહિતી અનુસાર, કતારગામના 20 વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી તેનો વીડિયો ઉતારી ધંધો કરવાના બહાને બ્લેક મેઇલ કરી 1.26 કરોડ પડાવી લેનાર 10 લોકોની ટોળકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા દુધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છ માસ અગાઉ યુવકના પિતાએ તબેલો વેચી દેતા તેમની પાસે રૂ.દોઢ કરોડ જેવી રકમ આવી હતી.

આ વાતની જાણ કતારગામ લલિતા પાર્કમાં રહેતા જયદિપ અરવિંદ ટાંકને થતાં જયદિપે યુવકને બોલાવીને સેનેટાઇઝરનો ધંધો કરવાની લાલચ આપી હતી. જયદીપે કતારગામ આંબાવાડી સોનલ પાર્કમાં રહેતા લાખા ઉર્ફે ભરત બોધા સાટિયાને સાથે લીધો હતો. લાખાએ તેના ભાઇ ભોળા, વિજય તેમજ કતારગામ નંદનવન સોસાયટીમાં રહેતા સાગર સાટિયા, ભોલા મેર, કનો સાટિયા, કતારગામા બંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી, વૃન્દાવન સોસયટીમાં રહેતા જેનીશ કલસરીયા અને રોમા સાટિયા સાથે મળીને યુવકને લલચાવ્યો હતો.

આ પણ વાંચો :મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે રખાશે બંધ

ધંધાના બહાને આ લોકો યુવકને મળતા હતા. આ બહાને જ આ ટોળકી યુવકને એક દુકાનમાં લઇ ગઈ હતી. દુકાનમાં લાખાએ યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું જ્યારે અન્ય સાથીઓએ તેનો વીડિયો ઉતારી લીધો હતા. આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને આ ટોળકીએ યુવક પાસેથી છેલ્લા છ મહિનામાં ટુકડે ટુકડે રૂપિયા 1.26 કરોડ પડાવી લીધા હતા. આ ઉપરાંત 7 મોબાઇલ અને 1 ઘડિયાળ પડાવી લીધી હતી. ટોળીએ યુવક પાસે 30 લાખની માંગણી કરી હતી  પણ યુવક પાસે પૈસા નહોતા.

દરમિયાનમાં બે દિવસ રહેલા પિતાએ તપાસ કરતાં ઘરમાંથી રૂપિયા ગાયબ થઈ ગયા હોવાની જાણ થઈ હતી. તેમણે દીકરાને પૂછતાં યુવકે પિતાને  હકિકત જણાવી હતી. પિતાએ હિંમત આપતાં યુવકે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને લાખા ઉર્ફે ભરત સાટિયા, કરણ ત્રિવેદી અને જયદિપ ટાંકની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :ચાંદખેડામાં ભૂમાફિયાઓને સકંજામાં લેવા પોલીસનો ચક્રવ્યૂહ, જીવા રબારી સહિત કુલ 18