Not Set/ સુરતમાં ઓક્સિજનની તંગી સામે કંપનીઓની નફાખોરી, કપરા સમયનો ઓક્સિજન કંપનીઓએ ઉઠાવ્યો ફાયદો

સુરતમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સુરત શહેરમાં 1958 જ્યારે સુરત ગ્રામ્યમાં 518 કેસ નોંધાયા હતા.

Top Stories Gujarat Surat
123 99 સુરતમાં ઓક્સિજનની તંગી સામે કંપનીઓની નફાખોરી, કપરા સમયનો ઓક્સિજન કંપનીઓએ ઉઠાવ્યો ફાયદો
  • સુરતમાં ઓક્સિજનની તંગી સામે કંપનીઓની નફાખોરી
  • કોરોના સ્થિતિનો ઓક્સિજન કંપનીઓએ ઉઠાવ્યો ફાયદો
  • ડિસે.માં ઓક્સિજન સિલિન્ડરનો ભાવ રૂ.150નો હતો
  • હવે ઓક્સિજન સિલિન્ડરનાં રૂ.400નો ભાવ લેવાયો
  • ડિમાન્ડ વધતાં ભાવ વધુ હોવા છતાં એક-બે દિવસનું વેઇટિંગ
  • 7 ક્યૂએમ બી-ટાઇપ સિલિન્ડરનાં અગાઉ રૂ.150 લેવાતા
  • હજુ પણ ભાવમાં વધારો થાય તેવી શકયતા

સુરતમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સુરત શહેરમાં 1958 જ્યારે સુરત ગ્રામ્યમાં 518 કેસ નોંધાયા હતા. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, શહેર અને જિલ્લામાં હવે કોરોના બેકાબૂ બનતા દાખલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. જો કે એક એવી સ્થિતિ કે જ્યારે દરેક દર્દીને ઓક્સિજન મળી રહ્યો નથી, ત્યારે આ ઓક્સિજનની તંગી વચ્ચે કંપનીઓની નફાખોરી આજે પણ ચાલુ છે.

Covid-19 / કોરોનાની ‘દવા’ બનાવવાનો દાવો કરનારી ‘પતંજલિ’ માં 83 લોકો કોરોના સંક્રમિત

સુરતમાં સતત વધી રહેલા કોરોનાનાં કેસો ઓક્સિજનની જોરદાર તંગીથી માત્ર દર્દીઓ જ નહીં, પરંતુ ડૉક્ટરોનાં પણ શ્વાસ અદ્ધર થઇ ગયા છે. સુરત શહેર અને જિલ્લામાં 200 જેટલા સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલ અને સેન્ટરો દર્દીઓને સારવાર આપી રહ્યા છે. હજારોની સંખ્યામાં દાખલ દર્દીઓને રોજના 200 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી રહી છે. હાલમાં ઓક્સિજનની તંગી હોવા છતા ઘણી કંપનીઓ આ કપરા સમયે પણ નફાખોરી કરતી જોવા મળી રહી છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે પણ ઓક્સિજન કંપનીઓ ફાયદો ઉઠાવી રહી છે. આપને જણાવી દઇએ કે, ઓક્સિજન સિલિન્ડરનો ભાવ રૂ. 150 હતો, જે હવે રૂ.400 થઇ ગયો છે. ડિમાન્ડ વધતા ભાવ વધુ હોવા છતા એક-બે દિવસનું વેઇટિંગ હોવાની ચર્ચાઓ પણ ખૂબ ચાલી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓક્સિજન સિલિન્ડરનાં ભવમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ છે.

કોરોના ઈફેક્ટ / હીથ્રો એરપોર્ટનો મોટો નિર્ણય- ભારતથી વધારાની ફ્લાઇટ્સને મંજૂરી આપવાનો ઇનકાર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. વધતા કેસે હવે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં 13,105 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 137 લોકોનાં મૃત્યુ થયા છે. તો ગુરુવારે કોરોનાને માત આપી 5010 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 4 લાખ 53 હજાર 836 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર સુધી 5877 દર્દીઓનાં મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 78.41 ટકાએ પહોંચી ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Untitled 40 સુરતમાં ઓક્સિજનની તંગી સામે કંપનીઓની નફાખોરી, કપરા સમયનો ઓક્સિજન કંપનીઓએ ઉઠાવ્યો ફાયદો