competition/ CBIના વડા તરીકે બે ગુજ્જુ IPS વચ્ચે સ્પર્ધા, CMO સચિવ પણ ઇચ્છુક, કોને મળશે તાજ

દેશની અતિ મહત્વની પ્રિમીયર જાસૂસી એજન્સી સીબીઆઈના નવા વડા કોણ તે અંગે પોલીસ બેડામાં ઘણા સમયથી અટકળો થઈ રહી છે. જે મુજબ કદાચ ગુજરાત કેડરના જ બે અધિકારીઓ વચ્ચે હાલ સ્પર્ધા છે. પોલીસ સૂત્રો પાસેથી

Top Stories
cbi2 CBIના વડા તરીકે બે ગુજ્જુ IPS વચ્ચે સ્પર્ધા, CMO સચિવ પણ ઇચ્છુક, કોને મળશે તાજ

દેશની અતિ મહત્વની પ્રિમીયર જાસૂસી એજન્સી સીબીઆઈના નવા વડા કોણ તે અંગે પોલીસ બેડામાં ઘણા સમયથી અટકળો થઈ રહી છે. જે મુજબ કદાચ ગુજરાત કેડરના જ બે અધિકારીઓ વચ્ચે હાલ સ્પર્ધા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ એજન્સીના કાર્યકારી વડા તરીકે ગુજરાત કેડરના પ્રવિણ સિંહાને ચાર્જ સોંપાયો છે. તેઓ આ તપાસ સંસ્થામાં એડી. ડીરેકટર તરીકે નિયુક્ત થયા હતા જ્યારે હવે કાયમી રીતે તેઓ તપાસ સંસ્થાના વડા બને તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ બાબત ઉલ્લેખનીય છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના અધિકારી છે અને લો-પ્રોફાઈલ કામ કરવા માટે જાણીતા છે. સીબીઆઈની કામગીરીમાં પણ તેઓ નિર્વિવાદ રહ્યા છે.

Image result for image of cbi

પાલીતાણા / નપામાં કોંગ્રેસના 31 ઉમેદવારના ફોર્મ રદ થવા મામલે HCએ કહ્યું, – ગુંડાગીરી નહિ જ ચાલે

આ ઉપરાંત ઘણા લાંબા સમય પુર્વે સીબીઆઈએ એડી. ડીરેકટર તરીકે કામ કરનાર ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાના આ સંસ્થામાં પરત આવવા આતુર છે. જેઓને અગાઉ વિવાદમાં ફસાતા સીબીઆઈમાંથી અન્યત્ર પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે-જે ગુજરાત કેડરના અધિકારીઓને દિલ્હી લઈ ગયા હતા. તેમાં રાકેશ અસ્થાનાનો સમાવેશ થાય છે. જો કે તેઓએ ફરી આ સંસ્થામાં મુકવા કે કેમ તે પણ પ્રશ્ર્ન સરકાર માટે છે. જો કે આ પદમાં ઓડીસાના ડીજીપી પણ સિનીયોરીટીના કારણે દાવેદાર છે પણ હવે કોની પસંદગી થશે તે પ્રશ્ન છે. અનિલ મુકીમના સ્થાન માટે પણ સ્પર્ધા જોવા મળી રહી છે.રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમે તેવો સંકેત આપી દીધો છે કે હવે તેઓ વધુ એકસટેન્શન ઈચ્છતા નતી અને આ માસના અંતે તેઓ નિવૃત થઈ રહ્યા છે. તેઓને અગાઉ છ માસનું એકસટેન્શન આપવામાં આવ્યું હતુ. હાલમાં જ સચિવ કક્ષાની બેઠકમાં એવી ફરિયાદ થઈ છે. જે અધિકારીઓ નિવૃત થતા હોય છે તેવો ચાર્જ છોડતા સમયે પ્રક્રિયાને ફોલો કરતા નથી પણ મુકીમે તુર્ત જ એવો જવાબ આપપ્યો હતો કે ચિંતા કરોમાં હું ટુંક સમયમાં જ આ પ્રક્રિયાને ફોલો કરીશ. મતલબ કે તેઓ નિવૃત થવા જઈ રહ્યા છે.

Image result for image of cbi

NRI / વિશ્વભરમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ભારતીય મૂળના સભ્યોની યાદી આજે જાહેર કરવામાં આવશે

જ્યારે અન્ય એક અધિકારીમાં અશ્વિની કુમારનું નામ ચર્ચાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં છેક 2016થી ફરજ બજાવતા સચિવ અશ્ર્વિનીકુમાર હવે અન્ય કોઈ કામગીરી સોંપાય તેવું ઈચ્છે છે જેમાં એક ઈચ્છા કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જવાની છે અને તેથી હવે તેમના સ્થાને કોણ એ પણ ચર્ચા શરુ થઈ છે. જેમાં ગુજરાત પેટ્રો કોર્પો.ના સંજીવકુમાર વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના હરીત શુકલા પ્રાથમીક અને માધ્યમિક શિક્ષણના સચિવ વિનોદ રાય નાણા વિભાગના મિલિન્દ તોરવણે ઉપરાંત જીઆઈડીસીના એમડી થેન્નાસરનના નામ છે. સરકારે ગત મહિને જ સોનલ કુમાર અને આરતી કરવલને દિલ્હી જવાની લીલીઝંડી આપી હતી.

cm rupani / મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી મોરારીબાપુએ પાઠવી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…