Ahmedabad/ ફ્રાંસના PMના વિરોધ મામલે જુહાપુરાના કાઉન્સિલર  સહીત સાત સામે નોંધાઈ ફરિયાદ

જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સામે વિરોધ દર્શાવતા પોસ્ટર રોડ પર ચોંટાડી તેના ઉપર વાહન ચલાવી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વેજલપુર પોલીસે જુહાપુરા કૌન્સીલાર હજી મિર્જા સહીત ૭ વ્યક્તિઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Ahmedabad Gujarat
haji mirja ફ્રાંસના PMના વિરોધ મામલે જુહાપુરાના કાઉન્સિલર  સહીત સાત સામે નોંધાઈ ફરિયાદ

ગુજરાત સહીત વિશ્વના અનેક દેશોમાં અત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિનો વિરોધ કરવા ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અહીં પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને પોલીસે આ સંદર્ભે ૭ વ્યક્તિઓ સામે ફરિયાદ નોધી છે.

જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સામે વિરોધ દર્શાવતા પોસ્ટર રોડ પર ચોંટાડી તેના ઉપર વાહન ચલાવી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વેજલપુર પોલીસે જુહાપુરા કૌન્સીલાર હજી મિર્જા સહીત સાત  વ્યક્તિઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

નોધનીય છે કે આ કેસમાં વેજલપુર પોલિસે જુહાપુરાના કોંગ્રેસી કોર્પોરેટર અસરાર બેગ મિર્ઝા ઉર્ફે હાજી બાવા સહિત 7 લોકો સામે રસ્તા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફોટો લગાવવા, અને કોરોનાનાં સમયમાં સોસીયલ ડિસ્ટન્સનું પાલન ન કરવા માસ્ક ન પહેરવા તેમજ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી ઉશ્કેરવાનું કામ કરવા બદલ ફરિયાદ નોંધી છે. હવે પોલીસ દ્વારા તમામની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.