complaint/ મહેસાણામાં IELTSમાં બેન્ડ કૌભાંડમાં આખરે નોંધવામાં આવી ફરિયાદ

વિદ્યાર્થીઓને અગ્રેજી બોલતા ન આવતા અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કરી હતી.

Top Stories Gujarat
8 7 મહેસાણામાં IELTSમાં બેન્ડ કૌભાંડમાં આખરે નોંધવામાં આવી ફરિયાદ
  • મહેસાણામાં IELTSમાં બેન્ડ કૌભાંડમાં આખરે ફરીયાદ
  • છેલ્લા ચાર માસથી ચાલતી હતી તપાસ
  • વિદ્યાર્થીઓ સ્નાતકના હોવા છતાં અનુસ્નાતક બતાવ્યા
  • નવસારીની ફન સીટી, સુપ્રીમ હોટલમાં તખ્તો ઘડાયો
  • અમિત ચૌધરી નામના ઈસમને પરીક્ષાનું મટીરીયલ આપ્યું
  • ઉત્તરવાહીઓ અને આન્સર કીની ઓડિયો આપી હતી
  • પરીક્ષામાં વિદ્યાર્થીઓના સ્થાને ડમી બેસાડ્યા
  • 6 થી 8 બેન્ડ મેળવવા માતબર રકમ લેવાઈ
  • કૌભાંડમાં કુલ 45 આરોપીઓ સામે ફરીયાદ
  • 19 શ્યામવેદ હેરીટેઝમાં IELTS બેન્ડ કૌભાંડ
  • મહેસાણા SOG પી.આઈ.એ નોંધાવી ફરીયાદ

મહેસાણામાં IELTSની પરીક્ષામાં પાસ થવા માટે બેન્ડ કરાવી આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. વિદ્યાર્થીઓને અગ્રેજી બોલતા ન આવતા અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કરી હતી. બાદમાં સમગ્ર મામલે મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં ચારેય વિદ્યાર્થીઓએ નવસારીની હોટલ ફન સીટીમાં પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે .આ અંગે હોટલના મેનેજરે જણાવ્યુ કે અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું હોટલ ફન સીટી સાથે વાર્ષિક ટાય-અપ છે તથા અહીં સમયાંતરે પરીક્ષાનું આયોજન થતુ રહે છે પોલીસે સમગ્ર મામલે હોટલ મેનેજર સહિત IELTSના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે.પરિવારનું સમગ્ર મામલે અજાણ હોવાનું રટણ કરી રહ્યો છે.આ મામલે આખરે મહેસાણામાં IELTS બેન્ડ મામલે આખરે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ IELTSની પરીક્ષા મામલે  ફરિયાદ નોંધવામાં આવી છે, આ કૌભાંડ મામલે છેલ્લા ચાર માસથી તપાસ ચાલતી હતી,આ મામલે અનેક ખુલાસો તપાસમાં થયા છે વિધાર્થીઓ સ્નાતક હોવા છંતા તેને અુસ્નાતક તરીકે બતાવ્યા હતા. આ કૌભાડનો ફ્લાન નવસારીની ફન સીટીની સુપ્રીમ હોટલમાં  બનાવવામાં આવ્યો હતો. ડમી વિધાર્થીઓ આ પરિક્ષા આપતા હતા.પરીક્ષામાં પાસ થવા માટે મસમોટી રકમ વિધાર્થીઓ આપતા હતા.આ IELTS કેસમાં 45 આરોપીઓ સામે ફિરયાદ નોંધાવવામાં આવી છે.