By Election/ પાલિતાણા અને ભરુચનાં ધારાસભ્યો સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. પેટાચૂંટણીમાં સરેરાશ 51.25 ટકા મતદાન થયું હોવાનું પ્રાથમીક માહિતી પ્રમાણે સામે આવી રહ્યું છે. આમ તો કહી શકાય કે મતદાન શાંતી પૂર્ણ રીતે પૂર્ણ થયું છે. પરંતુ મતદાન દરમિયાન ગેરરીતી અને બોગસ વોટીંગ મામલે પણ અનેક ફરિયાદો જોવામાં આવી છે. રાજકીય પાર્ટી ચૂંટણીમાં એક […]

Top Stories Gujarat Others
acharsahita પાલિતાણા અને ભરુચનાં ધારાસભ્યો સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. પેટાચૂંટણીમાં સરેરાશ 51.25 ટકા મતદાન થયું હોવાનું પ્રાથમીક માહિતી પ્રમાણે સામે આવી રહ્યું છે. આમ તો કહી શકાય કે મતદાન શાંતી પૂર્ણ રીતે પૂર્ણ થયું છે. પરંતુ મતદાન દરમિયાન ગેરરીતી અને બોગસ વોટીંગ મામલે પણ અનેક ફરિયાદો જોવામાં આવી છે.

રાજકીય પાર્ટી ચૂંટણીમાં એક બીજા પર આક્ષેપો કરતી હોવાની વાત વિદિત છે, પરંતુ જ્યારે કોઇ રાજનેતા અને તે પણ ધારાસભ્યો સામે જો કોઇ ગેરરીત(ચૂંટણી માર્ગદર્શીકા પ્રમાણેની ગેરરીતી) મામલે આક્ષેપો કરવામાં આવે તો તે ગંભરી બાબત કહી શકાય.

1209519 | समय से पहले विधानसभा भंग होने पर आचार संहिता तत्काल प्रभाव से  लागू मानी जायेगी : चुनाव आयोग

આવી જ ગંભીર ફરિયાદો ગુજરાતનાં બે ધારાસભ્યો સામે કરવામાં આવી હોવાની વિગતો વિદિત છે. ગુજરાતનાં પાલિતાણનાં ધારાસભ્ય અને ભરુચનાં ધારાસભ્ય સામે ચૂંટણી જાહેરનામાનાં ભંગની એટલે કે આચારસંહિતાનાં ભંગની ફરિયાદ ઉઠી છે.

પાલિતાણાના ધારાસભ્યએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાએ આચારસહિતાનો ભંગ કર્યો. ધારાસભ્યએ ઢસા મતદાન મથક નજીક ભાજપના આગેવાનો સાથે મિટિંગ કરી હતી. ચૂંટણીપંચની મનાઇ હોવા છતાં કરી આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી હતી. ધારાસભ્યનાં બોર્ડ ગાડી પર લગાવી મતદાન મથક નજીક બેઠા હોવાની વાતને પુષ્ટી મળી રહી છે. ધારાસભ્ય ભીખા બારૈયાનો આચારસહિતા ભંગનો વિડીયો વાયરલ થયો છે.

ડિઝિટલ બેંકિંગની વાતો કરતી ભાજપની સરકારના નેતા જ ઓનલાઈન બેંકિંગમાં ઠગાઈનો  ભોગ બન્યાં

ડાંગ જાહેરનામાના ભંગ મામલે ફરિયાદ કરવામાં આવી છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર જાહેરનામુ પડાયુ હતું, તે જાહેરનામાનો ભંગ ભાજપનાં ધારાસભ્ય પુરણેશ મોદીએ કર્યો હોવાથી તેમના વિરૂદ્ધ ફરિયાદ કરાઈ છે. જાહેરનામા પ્રમાણે જીલ્લા બહારના વ્યક્તિને ડાંગમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ હતો. બહારથી આવેલ ગાડીઓના ફોટાના આધારે ફરિયાદ કરવામાં આવી છે. ફોટા- વીડિયોના આધારે ફરિયાદ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભરુચના ધારાસભ્ય દ્વારા નો-એન્ટ્રીમાં એન્ટ્રી મારી દેવામાં આવી છે.

Purneshkumar Ishwarlal Modi, BJP MLA from Surat West – Our Neta

આમ ગુજરાત વિધાનસભાની પેટાચૂૂંટણીમાં મતદાનનાં દિવસે ગુજરાતનાં બે ધારાસભ્યો સામે સરકાર દ્વારા એટલે કે ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોય તેના ફોટા અને વીડિયોના આધારે ફરિયાદ કરવામાં આવી છે. જો કે, મંતવ્ય ન્યૂઝ આવા કોઇ વીડિયો કે ફોટોની સત્યતાની પુષ્ટી કરતું નથી.

WhatsApp Image 2020 11 03 at 2.36.32 PM 1 પાલિતાણા અને ભરુચનાં ધારાસભ્યો સામે આચારસંહિતા ભંગની ફરિયાદ