Suicide/ જોડિયા તાલુકાના જીરાગઢમાં એવું તો શું કરાયું કે, મહિલાને મરી જવા મજબુર થઇ

જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતી પરિણીતાએ પોતાના પતિના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરવા માટે મજબુર થઇ હોવાની એક ફરિયાદ નોંધાઈ છે.

Gujarat Others
a 31 જોડિયા તાલુકાના જીરાગઢમાં એવું તો શું કરાયું કે, મહિલાને મરી જવા મજબુર થઇ

જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતી પરિણીતાએ પોતાના પતિના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરવા માટે મજબુર થઇ હોવાની એક ફરિયાદ નોંધાઈ છે.

જીરાગઢ ગામમાં તેણીના પતિ અવાર-નવાર નશો કરી મારકૂટ કરતા હતાં તેમજ સાસુ-સસરા અને દીયર ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : સુરતમાંથી સામે અનોખો કિસ્સો, માતાએ બહાર રમવાની ના પાડી તો બાળકે કર્યું એવું કે..

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા જયશ્રીબેન અઘારિયા નામની મહિલાને તેણીના પતિ મીઠાભાઈ દ્વારા દારૂ પી ને નશો કરી અવાર-નવાર મારકુટ કરતો હતો.

આ પણ વાંચો : વરતેજ પેટ્રોલ પંપ નજીક ગમખ્વાર અકસ્માત, એકનું મોત

તેમજ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને જયશ્રીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પિતા દ્વારા પતિ સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.