Ahmedabad/ દાણીલીમડાની કુખ્યાત તાજબાનું સહીત આઠ ઈસમો સામે વીજચોરીની ફરિયાદ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વીજ ચોરી ચાલતી હોવાની ખાનગી બાતમી ટોરેન્ટ પાવરના અધિકારીઓને કાને આવતા આજે બપોરે ટોરેન્ટના ઉંચ્ચ અધિકારીઓની ટીમ  રામ રહીમના

Ahmedabad Gujarat
electricity theft દાણીલીમડાની કુખ્યાત તાજબાનું સહીત આઠ ઈસમો સામે વીજચોરીની ફરિયાદ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વીજ ચોરી ચાલતી હોવાની ખાનગી બાતમી ટોરેન્ટ પાવરના અધિકારીઓને કાને આવતા આજે બપોરે ટોરેન્ટના ઉંચ્ચ અધિકારીઓની ટીમ  રામ રહીમના ટેકરા પાસેના વસાહતોમાં ત્રાટકી હતી. ટોરેન્ટ પાવરના અધિકારીઓએ ઘરે ઘરે જઈને વીજ પુરવઠાની ચકાસણી કરતા સાત થી આઠ ઈસમો ગેરયકાયદેસર રરીતે લાખોની વીજચોરી કરતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. મકાનોમાંથી ગેરકાયદેસર રીતે વીજ કેબલો બહાર નીકળતા દેખાતા ટોરેન્ટનાં અધિકારીઓએ તે વીજ કેબલોને કાપી નાખ્યા હતા.

ટોરેન્ટ પાવરના અધિકારી સચિન પટણીએ દાણીલીમડાની મહિલા હિસ્ટ્રીશીટર તાજ બાનું,શાહબાઝ સૈયદ, મકબુલ સૈયદ, વસીમ પઠાણ, હમિદ સંધિ, નૂર સૈયદ, અકીલ શેખ અને સલીમ મન્સૂરી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ વિરુદ્ધ આઇપીસી ની કલમ અને ઇલેક્ટ્રિક સિટીની કલમો મુજબની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ચાલતી વીજચોરીને રોકવા માટે ટોરેન્ટ પાવરે અભિયાન ચલાવ્યો છે. જુહાપુરા, જમાલપુર, પટવાશેરી બાદ દાણીલીમડામાં ટોરેન્ટ પાવરના દરોડા પડ્યા હતા. આમ, ટોરેન્ટ પાવર જાણે એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ વીજચોરીના માફિયાઓ સામે લાલ આંખ કરીને કાર્યવાહી કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…