Anand/ ઉમરેઠમાં નોંધાઈ ત્રિપલ તલાકની ફરિયાદ, ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વખત તલાકનો કર્યો મેસેજ

ઉમરેઠમાં રહેતી પીડિતાના લગ્ન વર્ષ 2019 ના રોજ મહીસાગર જીલ્લાનાં વીરપુર તાલુકાના ડેબારી ગામના ફેઝલ સત્તાર શેખ સાથે થયા હતા. ફેઝલને લગ્ન પછી પત્ની ગમતી ન હોય.

Gujarat Others
ત્રિપલ તલાકની
  • આણંદ: ઉમરેઠમાં ત્રિપલ તલાકની ફરિયાદ
  • વીરપુરના ડેબારી ગામના ફેઝલ શેખ સામે ફરિયાદ
  • ઇન્સ્ટાગ્રામ આઇડી પર ત્રણ વખત તલાકનો મેસેજ
  • 7.11.21 ના રોજ પતિ ફેઝલે પત્નીને કર્યો મેસેજ
  • અગાઉ પણ 25.7.21 ના રોજ ડેબારી ગામે કહ્યું તલાક
  • લગ્ન પછી પત્ની ગમતી ન હોય તલાક બોલ્યો હતો

આણંદ ઉમરેઠમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ઉમરેઠની યુવતીના લગ્ન મહીસાગર જિલ્લાના ડેભારી ગામના એક યુવક સાથે થયા હતા. પરંતુ કોઈ કારણોસર 7મી નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર ત્રિપલ તલાકનો મેસેજ આવતા યુવતી ચોંકી ઉઠી હતી. ત્યારબાદ પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે ત્રણ તલાકના કાયદા હેઠળ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં જાણવા મળ્યું કે ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો. યુવતી છેલ્લા કેટલાક સમયથી ઉમરેઠ પિયરમાં રહેતી હતી.

આ પણ વાંચો : યુપી ઈલેકશનનો અનોખો પ્રચાર, સુરતની સાડીમાં મોદી યોગી…

ઉમરેઠમાં રહેતી પીડિતાના લગ્ન વર્ષ 2019 ના રોજ મહીસાગર જીલ્લાનાં વીરપુર તાલુકાના ડેબારી ગામના ફેઝલ સત્તાર શેખ સાથે થયા હતા. ફેઝલને લગ્ન પછી પત્ની ગમતી ન હોય. તારીખ 25.7.21 ના રોજ ડેબારી ગામે ઘરમાં જ ત્રણ વખત તલાક-તલાક-તલાક બોલ્યો હતો. પત્ની દ્વારા સામે કોઈ જવાબ આપવામાં ન આવતા પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી ગયો હતો.

ગત 7.11.21ના રોજ પતિ ફેઝલે પત્નીના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ત્રણ વખત તલાકનો મેસેજ કરતા પીડિતાએ સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરી. આજે પત્નીએ પતિ ફેઝલ સત્તાર શેખ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ઉમરેઠ પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકાર નું રક્ષણ અધિનિયમ )2019 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

આ પણ વાંચો :સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, જાણો નવા કેટલા નોંધાય કેસ

આ પણ વાંચો : ધંધુકામાં ફાયરિંગમાં યુવકનું મોત બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,આજે બંધનું એલાન,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ