Earthquake/ હે ભગવાન..! કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભાયો

કચ્છમાં વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાનાં કારણે લોકોમાં ભારે ડર વ્યાપિ ગયેલો જોવામાં આવી રહ્યો અને લોકો હવે કહી રહ્યા છે કે, હે ભગવાન….! આ શું થઇ રહ્યું છે.

Gujarat Others
ipl2020 3 હે ભગવાન..! કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભાયો

કચ્છમાં વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાનાં કારણે લોકોમાં ભારે ડર વ્યાપિ ગયેલો જોવામાં આવી રહ્યો અને લોકો હવે કહી રહ્યા છે કે, હે ભગવાન….! આ શું થઇ રહ્યું છે. કહી શકાય કે, પાછલા લાંબા સમયથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત ભૂકંપન અનુભવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર અને વિસાવદ સહિતનાં વિસ્તારો અનેક વખત પાછલા થોડા મહિનામાં ધરા ઘણઘણી ચૂક્યા છે, તો દક્ષિણ ગુજરાતમાં વાપી-વલસાડની સ્થિતિ પણ આવી જ છે. આમ તો આ તમામ સમયે મહારાષ્ટ્રની ગુજરાત સરહદનો વિસ્તાર પણ ભૂકંપન અનુભવી ચૂક્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી સતત ધ્રુજતી કચ્છની ધરેએ લોકોમાં ચિંતા ભરી દીધી છે.

EARTHQUACK હે ભગવાન..! કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભાયો

કચ્છમાં ફરી એજ સવારે ભૂકંપનો આંચકો અનુભાયો છે. સવારે 8.34 મિનિટે અનુભવાયેલો ભૂંકપનો આંચકો ઓછી તિવ્રતાનો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી દૂર નોર્થ વેસ્ટમાં 14.4 કિલોમિટરે નોંધવામાં આવે છે.

kutch earth હે ભગવાન..! કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભાયો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં સંદર્ભા જો વાત કરીએ તો ભૂંકપ અને જાન્યુઆરીને દિલ દહેલાવતો સબંધ છે. 26 જાન્યુઆરી 2001 કોઇ પણ ભૂલ્યુ નહી હોય તેવી ખુવારી ભૂકંપે નોતરી હતી અને આજે પણ લોકો ભૂકંપનાં નામથી થથરે છે. બસ 26 જાન્યુઆરી પણ નજીક જ છે અને ગોઝારા ભૂકંપને 26 જાન્યુઆરી 2021નાં રાજ વિસ વર્ષ થઇ જશે, પરંતુ  પાછલા બે-ત્રણ દિવસથી સતત આવી રહેલા ભૂકંપે લોકને ભયભીત કરી દે છે. એવામાં ફરી એક વખત ભૂકંપના આંચકો લોકોને કંપાવી ગયા હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…