Not Set/ વાંચો, ગુજરાતના ક્યાં બે ગામડામાં લાગ્યું સ્વૈચ્છિક લોકડાઉન

આણંદ શહેર મા વધતા કોરોના સંક્રમણને કારણે લોકો માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યાં વાત કરીએ આણંદ જિલ્લા ના બે ગામો માં વધતા કેસ ને કારણે લોકડાઉન ની સ્થિતિ જોવા મળી રહેલ છે. ઉમરેઠ તાલુકા ના પણસોરા ગામ માં વધતા સંક્રમણ ને લઇને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયેલ છે. ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની […]

Gujarat
coronavirus 2 વાંચો, ગુજરાતના ક્યાં બે ગામડામાં લાગ્યું સ્વૈચ્છિક લોકડાઉન

આણંદ શહેર મા વધતા કોરોના સંક્રમણને કારણે લોકો માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યાં વાત કરીએ આણંદ જિલ્લા ના બે ગામો માં વધતા કેસ ને કારણે લોકડાઉન ની સ્થિતિ જોવા મળી રહેલ છે. ઉમરેઠ તાલુકા ના પણસોરા ગામ માં વધતા સંક્રમણ ને લઇને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયેલ છે. ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની ખૂબ અસર જોવા મળી છે સરકારી ચોપડે ના હોય એવા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જ્યાં ત્યાંની જનતાએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ છે.

પણસોરા ગામ માં ૧ એપ્રિલ થી ૧5 એપ્રિલ સુધી ગામના તમામ કોમ્પલેક્ષ , હોટેલ, ખાણીપીણી, ના સ્થાનો  ભોજનાલય  તમામ  ની દુકાનો બંધ રેહશે.જ્યાં આઈસ્ક્રીમ પાર્લર ,સેરડી રસ, કેરી નો રસ, દૂકાનોમાં કોરોના વાઈરસ ફેલાતા અટકાવવા 6 થી 1 સુધી ચાલુ રહશે. ત્યાં ગામના સરપંચે જણાવ્યું હતું કે  કોરોના અટકાવવા ના ભાગરૂપે ૧૫ દિવસ નું સ્વેચ્ચિક લોકડાઉન જાહેર કરેલ છે. બપોરે 1 વાગ્યા બાદ ગલ્લા દૂકાનો સહિત રોજગાર ની દૂકાનો બંધ રાખવા જણાવેલ છે. તેમજ માસ્ક વગર  ગામ માં કોઈ જગ્યા એ બેસવાનું નહી. અને કામ વિના ઘર થી બહાર નીકળવાનું નથી તેવી સૂચના આપી હતી.

ત્યાં સોજીત્રા તાલુકા ની વાત કરીએ તો ત્યાં ના માલતજ ગામે કોરોના ના કેસ માં વધારો જોવા મળતા. ત્યાની  ગ્રામ પંચાયત દ્વારા પણ ૧ એપ્રિલ થી  ૧૫ એપ્રિલ સુધી   સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરાયેલ છે.સવારે ૬ થી ૧  સુધી બજાર તેમજ દૂકાનો ખુલ્લી રેહશે. તેમજ ગ્રામ જનોને અપીલ કરેલ છે સોશ્યલ ડિસ્ટન્સ જણાવવા અને એક જગ્યા એ ૪ થી વધુ લોકો ને ભેગા ના થવા.