Not Set/ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી, નેતાઓ સત્તા મેળવવા મારી રહ્યાં છે હવાતિયા

સમગ્ર રાજ્યમાં નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી થઈ છે. ત્યારે અનેક નગરપાલિકાઓમાં સત્તા મેળવવા માટે ભાજપના અને કોંગ્રેસના સત્તાલાલચુ નેતાઓ હવાતિયા મારી રહ્યાં છે. જ્યા મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થઈ રહી છે. નગરપાલિકા.પ્રમુખ તરીકે મણીલાલ પટેલ , ઉપપ્રમુખ તરીકે પીનલબેન પટેલ ચૂંટાયા છે. તેમજ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ,ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે. […]

Gujarat Others
rain 4 નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી, નેતાઓ સત્તા મેળવવા મારી રહ્યાં છે હવાતિયા

સમગ્ર રાજ્યમાં નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી થઈ છે. ત્યારે અનેક નગરપાલિકાઓમાં સત્તા મેળવવા માટે ભાજપના અને કોંગ્રેસના સત્તાલાલચુ નેતાઓ હવાતિયા મારી રહ્યાં છે.

જ્યા મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થઈ રહી છે. નગરપાલિકા.પ્રમુખ તરીકે મણીલાલ પટેલ , ઉપપ્રમુખ તરીકે પીનલબેન પટેલ ચૂંટાયા છે. તેમજ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ,ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે. જ્યા પેરબંદરના નવા પ્રમુખ તારીખે અશોકભાઈ ભદ્રેચા અને ઉપપ્રમુખ તારીખે કીર્તિબેન સામાણી ની નિયુક્તિ કરવામાં આવી છે.

બીજી તરફ લીંબડી નગરપાલિકામાં પ્રમુખ ,ઉપ પ્રમુખની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ હતી. જ્યા નવા પ્રમુખ તરીકે ધીરુભાઈ ખાંદલા અને ઉપ પ્રમુખ તરીકે દેવુભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે.

તો એક તરફ જોઈએ તો કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષ સુધી વરણી કરવામાં આવ્યુ છે. જ્યા ભાજપ દ્વારા મહિલા સદસ્યો ને સત્તામાં ભાગીદારી ન મળતાં આક્રોશ વ્યક્ત થતા જોવામાં આવ્યુ હતુ . સાથે જ  કેશોદ નગરપાલિકાના વરાયેલા હોદ્દેદારોના સર્મથકો સાથે ફટાકડા ફોડી અને વરણી ને વધાવવામા આવી હતી.

જ્યા એક તરફ ચૂંટણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાજ એક તરફ ગોંડલ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં નગરપાલિકા પ્રમુખ તરીકે અશોકભાઈ પીપળીયા અને ઉપપ્રમુખ તરીકે અર્પણાબેન જીતેન્દ્રભાઈ આચાર્યની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.

વિરોધ પક્ષ કોંગ્રેસના અનીલભાઈ માધડે નગરપાલિકા પ્રમુખ તરીકે ચૂંટાયેલા પાલિકા સભ્ય સામે વિરોધ નોંધાવ્યા હતા અને નવનિયુકત પ્રમુખ અને નગરપાલિકા પાલિકા સભ્ય  સામે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરીને વિરોધ કર્યો હતા. તેમજ સુરેન્દ્રનગરના વઢવાણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ગોવિંદસિહ ડોડીય અને ઉપપ્રમુખ ભોજરાજસિહ જાડેજાની વરણીકરવામાં આવી હતી.