Gujarat News/ રાજ્યની શાળાઓમાં કોમ્પ્યુટરની સુવિધા, પરંતુ ઈન્ટરનેટની અસુવિધા

ગુજરાતની શાળાઓમાં ઇન્ટરનેટની અસુવિધા જોવા મળી. રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

Top Stories Gujarat Others

Gujarat News: ગુજરાતની શાળાઓમાં ઇન્ટરનેટની અસુવિધા જોવા મળી. રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરની સુવિધા પૂરી પાડવામાં આવી છે. પરંતુ ઇન્ટરનેટ સવલતના હોવાના કારણે કોમ્પ્યુટર લેબમાં ધૂળ ખાઈ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં ૨૦૧૮ સરકારી અને ૧૪૦૬ ખાનગી એમ ૩,૪૨૪ શાળાઓમાં કોમ્પ્યુટર સુવિધા છે પરંતુ ઇન્ટરનેટ સુવિધાનો અભાવ છે. રાજ્યમાં ૩૪,૬૯૯ સરકારી શાળાઓમાંથી અંદાજે ૩૨,૬૮૧ જેટલી શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે. જયારે ખાનગી શાળાઓની વાત કરીએ તો કુલ સંખ્યા ૧૩,૫૫૯ છે, જે પૈકી ૧૨,૧૫૩ શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા છે. આમ, ટકાવારીની રીતે જોઈએ તો સરકારી શાળાઓમાં 94 ટકા અને ખાનગી શાળાઓમાં 90 ટકા જેટલી શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે.

One computer teacher per 6 classes will be recruited in the Gujart  government high schools | ગુજરાતની સરકારી હાઈસ્કુલોમાં ભરતી માટે શિક્ષણ  વિભાગે કયા નવા નિયમો જાહેર કર્યાં? જાણો ...

કેન્દ્ર સરકાર દ્વારા સરકારી શાળામાં અપાતી સુવિધાને લઈને આંકડા રજૂ કરાયા હતા. પરંતુ ગુજરાતની શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા ના હોવાના કારણે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના ઉપયોગથી વંચિત છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોમ્પ્યુટર શિક્ષકો પણ ના હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીઓ વિવિધ યોજનાઓમાં ઓનલાઈન પ્રક્રિયા કરવી હોય તેવી સ્થિતિમાં ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર જરૂરી છે.

વિદ્યાર્થીઓના વિકાસ માટે શાળાઓમાં કોમ્પ્યુટર ઉપલબ્ધ કરવામાં આવ્યા. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે ત્યારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની કારર્કિદી બનાવી શકે માટે શાળાઓમાં કોમ્પ્યુટરની સવલત આપવામાં આવી. પરંતુ આજે કોમ્પ્યુટર સાથે ઈન્ટરનેટ પણ એટલી જરૂરિયાત બન્યુ છે. ઇન્ટરનેટ કનેકશન ના હોવાથી અનેક માહિતી મળવામાં મુશ્કેલીઓ થતી હોય છે. આજે ઇન્ટરનેટના માધ્યમથી દેશ અને દુનિયાની તાજેતરની માહિતીથી તમે માહિતગાર રહો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં તબીબ સાથેની ઠગાઇમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસ, યુવકની નિર્મમ હત્યા થતાં પરિવાર રોળાયો !

આ પણ વાંચો:ભાવનગરમાં ચાલુ કારે સ્ટીયરીંગ છોડી દરવાજા પર બેસીને સિગારેટના કશ માર્યા