જામનગર/ દરિયાઈ જીવ સૃષ્ટિનો ખજાનો એવા પિરોટન ટાપુ માટે સરકારે ટેન્ડર બહાર પડતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા

દરિયાઈ જીવ સૃષ્ટિનો ખજાનો એવા પિરોટન ટાપુ માટે સરકારે ટેન્ડર બહાર પડતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા

Top Stories Others
keshod 7 દરિયાઈ જીવ સૃષ્ટિનો ખજાનો એવા પિરોટન ટાપુ માટે સરકારે ટેન્ડર બહાર પડતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા
  • @સલમાન ખાન, મંતવ્ય ન્યુઝ, જામનગર
  • જામનગર જિલ્લાના અને જીવસૃષ્ટિ માટે સ્વર્ગ મનાતા પિરોટન ટાપુ પર રિસોર્ટ જેવી સુવિધાઓ ઉભી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા
  • જે ટાપુ પર છેલ્લા 15 વર્ષથી જવાની મનાઈ છે ત્યાં મંજૂરી મળવાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો સોથ વળી જવાની સંભાવના વ્યક્ત કરાઈ
  • જામનગરના બેડી પોર્ટથી પિરોટન ટાપુ પર જવા પોણોથી એક કલાક જેટલો સમય વહાણમાં લાગે છે
  • અહીં જવા માટે સ્પેશિયલ મંજૂરી લેવી પડે છે
  • પિરોટન ટાપુ અને તેના આજુબાજુ જીવસૃષ્ટિનો વિશાળ ખજાનો છે
  • પર્યાવરણ પ્રેમીઓએ રાજ્ય સરકારને આ મામલે ફેરવિચારણા કરે તેવી માંગ કરી

જામનગર જિલ્લામાં આવેલ અને જ્યાં દરિયાઈ માર્ગે જઈ શકાય છે તે જીવસૃષ્ટિ માટે સ્વર્ગ મનાતું પિરોટન ટાપુ પર રિસોર્ટ જેવી સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે. અને તેને લાગત ટેન્ડર બહાર પડતા કેટલાક પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો જે ટાપુ પર સરકાર સુવિધાઓ ઉભી કરવા માંગે છે તે ટાપુ પર તો છેલ્લા 15 વર્ષથી જવાની મનાઈ છે.  ત્યાં આવા ડેવલપમેન્ટ થવાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો સોથ વળી જવાની શક્યતાઓ પર્યાવરણપ્રેમીઓ વ્યક્ત કરે છે. તો ટાપુ પર બાંધકામના પગલે વર્ષોથી ત્યાં રહેલી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો સોથ વળી જશે તે નક્કી છે.

Pirotan Island, Jamnagar - Timings, Safari cost, Best time to visit

પ્રયાવારણ પ્રેમી વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, મને જાણવા મળ્યું કે પીરોટન ટાપુનો રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવા માટે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અને જે ટેન્ડરમાં ઘણા ઉલ્લેખ કરવામાં આવ્યા છે.  જેને કારણે ત્યાં હોટેલ અને રેસ્ટોરન્ટ બનશે, અને છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણ પ્રેમીઓ માટે પણ આ ટાપુ પર જવું પ્રતિબંધ છે. ત્યારે એવું લાગે છે કે રાજ્ય સરકારને કોઈએ ગેરમાર્ગે દોરી છે, અને જો રાજ્ય સરકારના પ્લાનીંગ મુજબ ત્યાં ડેવલપમેન્ટ થશે તો દરિયાઈ જીવસૃષ્ટિને મોટું નુકશાન થશે. ત્યારે અમે માંગ કરી છે કે સરકાર આ મુદ્દે ફેરવિચારણા કરે અન્યથા અમારે હાઈકોર્ટમાં જવાની ફરજ પણ પડશે.

Pirotan Island 2020, #1 top things to do in bhuj, gujarat, reviews, best  time to visit, photo gallery | HelloTravel India

મંતવ્ય ન્યુઝ ની ટીમે રેંજ ફોરેસ્ટ ઓફીસર ની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ગૃહવિભાગ હેઠળ ગુજરાત આઈલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવામાં આવી છે. અને આ ઓથોરીટીનું કાર્ય જે ગુજરાતના દરિયાકાંઠે આવેલ ટાપુઓનું સંરક્ષણ, કન્ઝર્વેશન, અને તેમાંથી કઈ રીતે રેવન્યુ જનરેશન થઇ શકે તે જુએ છે. આ ઓથોરીટીની પ્રાથમિક મીટીંગ થઇ તેમાં 13 જેટલા ટાપુઓનું સિલેકશન કરી અને ત્યાં શું કાર્યવાહી થઇ શકે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં જામનગરના પીરોટન ટાપુનો પણ સમાવેશ થાય છે.  જેને આનુસંગિક એક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે, અને આ તમામ કામગીરી ગાંધીનગર વડી કચેરીએથી જ થાય છે.

Pirotan Island, Jamnagar | Kutch, Gujarat, How To Reach, Best Time

પીરોટન ટાપુ વિષે એવું પણ કહેવાય છે કે દરિયાના ચોતરફે ઘેરાયેલું અત્યંત રમણ્ય ટાપુ છે જ્યાં જામનગરના બેડી પોર્ટથી પિરોટન ટાપુ પર જવા એક કલાક જેટલો સમય વહાણમાં લાગે છે.  અને આ ટાપુ જયારે ચાલુ હતો ત્યારે ત્યાં જવા માટે મંજુરી લઈને જ ત્યાં જઈ શકાતું હતું.  આવા સંવેદનશીલ સંજોગો વચ્ચે સીધા જ મોટા વિકાસ કામોની વાતથી આ મુદ્દો આગામી સમયમાં કલર પકડે તો નવાઈ નહી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…