National/ ઓમિક્રોનના પ્રોટીનમાં આવતા બદલાવથી ચિંતા..એન્ટીબોડી પણ સંક્રમણ રોકવામાં સંપુર્ણ કારગત નહીં

વર્તમાન મહાવીર મેડિકલ કોલેજના કોમ્યુનિટિ મેડિસિન વિભાગના નિર્દેશક જુગલ કિશોરનું કહેવું છે કે ઓમિક્રોનમાં 32 એવા મ્યુટેશન જોવા મળ્યા

India
Untitled 82 2 ઓમિક્રોનના પ્રોટીનમાં આવતા બદલાવથી ચિંતા..એન્ટીબોડી પણ સંક્રમણ રોકવામાં સંપુર્ણ કારગત નહીં

  કોલંબિયા વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ હોંગકોંગ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકો સાથે મળીને કરેલા અધ્યયનને તાજેતરમાંજ નેચર જર્નલમાં પ્રકાશિત કરાયું હતું. આ અધ્યયન બતાવે છે કે ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં અનેક બદલાવ થઇ રહ્યા છે, જેને કારણે રસી અને સંક્રમણને કારણે ઉભી થયેલી એન્ટીબોડી તેને રોકવામાં કારગત સાબિત નથી થઇ રહી.


એટલે સુધી કે ફાઇઝર, મોડર્ના, જોન્સન એન્ડ જોન્સન તથા એસ્ટ્રેજેનિકાની રસીથી ઉભી થયેલી એન્ટી બોડી ઓમિક્રોનને નિષ્ક્રિય કરવામાં ઓછી અસરદાર છે.. એટલે બુસ્ટર ડોઝથી ખાસ કોઇ ફાયદો નથી. જો કે અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જો બુસ્ટર ડોઝ ઉપલબ્ધ હોય તો તે લઇ લેવો જોઇએ…ખાસ કરીને એમઆરએનએનો બુસ્ટર ડોઝ કેટલીક હદ સુધી અસરકારક હોઇ શકે છે.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણ તેમજ રસી ઉપરાંત મોનોક્લોનલ એન્ટીબોડી પણ ઓમિક્રોન વિરુદ્ધ અસરકારક સાબિત નથી થઇ રહી..ચીનમાં થયેલા એક અધ્યયનમાં ફક્ત એક મોનોક્લોનલ એન્ટીબોડીમાં ઓમિક્રોન વિરુદ્ધ પ્રતિક્રિયા જોવા મળી છે..
મોનોક્લોનલ એન્ટીબોડીને પણ કોરોના વિરુદ્ધ ઉપચારમાં ઉપયોગમાં લેવાય છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જો સ્પાઇક પ્રોટીનમાં એક-બે બીજા બદલાવ આવ્યા તો હાલની પ્રતિરોધક ક્ષમતા બિલકુલ બેઅસર થઇ જશે., ભલે તે કોઇપણ રીતે કેમ ન પ્રાપ્ત થઇ હોય.
આ શોધા મુખ્ય લેખક કોલંબિયા યુનિવર્સિટીના ડેવિડનું કહેવું છે કે ઓમિક્રોનથી બચાવ માટે જરૂરી છે કે નવી રસી બનાવી જ પડશે ..સાથે જ તેનો નવો ઉપચાર પણ શોધવો પડશે.

વર્તમાન મહાવીર મેડિકલ કોલેજના કોમ્યુનિટિ મેડિસિન વિભાગના નિર્દેશક જુગલ કિશોરનું કહેવું છે કે ઓમિક્રોનમાં 32 એવા મ્યુટેશન જોવા મળ્યા છે જે તેને સંપૂર્ણ સ્વરૂપને જ બદલી નાંખે છે. જે પણ રસી દુનિયામાં બની છે તે શરૂઆતી વેરિયેન્ટને આધારે બની છે… જે ડેલ્ટા સ્વરૂપ આવ્યું તેમાં થોડો બદલાવ થયો હતો..તેના માટે હાલની રસી ઘણે અંશે ઉપયોગી રહી, પરંતુ ઓમિક્રોને પડકાર ઉભો કર્યો છે.. એટલેજ દુનિયાભરના વૈજ્ઞાનિકો વર્તમાન રસીને અપગ્રેડ કરવા પ્રયાસ કરી રહ્યા છે, અને તેના સિવાય બીજો કોઇ વિકલ્પ પણ નથી.