keshod/ વેપારીઓને 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક નહીં વેચવાના બહારગામ વાળાને છુટછાટ…

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૫૦ માઇક્રોન થી પાતળાં પ્લાસ્ટિક નો ઉપયોગ કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ઉત્પાદન ચાલુ રહેતાં વેંચાણ અટકાવવા માં સફળતા પ્રાપ્ત થતી નથી….

Gujarat Others
Himmat Thakkar 10 વેપારીઓને 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક નહીં વેચવાના બહારગામ વાળાને છુટછાટ...

@ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ – કેશોદ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૫૦ માઇક્રોન થી પાતળાં પ્લાસ્ટિક નો ઉપયોગ કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ઉત્પાદન ચાલુ રહેતાં વેંચાણ અટકાવવા માં સફળતા પ્રાપ્ત થતી નથી પરંતુ ન્યાયપાલિકા માં જાહેર હિતની અરજી કરવામાં આવે એટલે અભિયાન શરૂ કરી કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી આંકડાકીય માહિતી પુરી કરી કાંઈક કર્યાનો સંતોષ માનવામાં આવે છે. વાસ્તવિક સ્થિતિ એ પ્લાસ્ટિક નો ઉપયોગ અટકાવવા માં સફળતા મળતી નથી.

કેશોદ શહેરમાં પ્લાસ્ટિક ના વેપારીઓ ને બોલાવી ૫૦ માઈક્રોન થી ઓછાં પાતળાં પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા કેશોદ નગરપાલિકા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. લોકડાઉન સમયે કેશોદ શહેરમાં ૫૦ માઇક્રોન થી પાતળાં પ્લાસ્ટિક નો ઉપયોગ વેપારીઓ દ્વારા બંધ કર્યો હતો ત્યારે બહારગામથી આવનારા વેપારીઓ ઝબલા વેંચી ને જતાં રહેતાં અને સ્થાનિક વેપારીઓ હાથ ઘસતાં ઘસતાં મહામારી માં બેકારી વેઠતા હતાં. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં સાતસો થી વધારે શેરી ફેરીયા નોંધાયેલા છે અને વધારામાં ખાણીપીણીની લારીઓ તેમજ ફળફળાદી શાકભાજી અને નાનાં મોટાં રીટેલ વેપારીઓ કે જે દસ વીસ રૂપિયા નો વેપાર કરીને આજીવિકા રળે છે ઉપરાંત હાલના કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક મંદી વચ્ચે બેરોજગાર શહેર તાલુકાનાં રહીશો છુટક છુટક ફેરી કરીને દિવસો પસાર કરી રહ્યાં છે ત્યારે ઝબલા બંધ કરાવી નાનાં નાનાં ધંધા રોજગાર પડી ભાંગવાની સંભાવના વર્તાય છે.

જે સ્થાનિક નગરપાલિકા દ્વારા પોતાનો રોફ જમાવવા માટે સ્થાનિક વેપારીઓ ને ૫૦ માઇક્રોન થી પાતળાં પ્લાસ્ટિક નો ઉપયોગ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજાં શહેરમાં થી આવી ૫૦ માઇક્રોન થી પાતળાં પ્લાસ્ટિક નો માલ વેચીને જતાં રહે છે એની સામે કાર્યવાહી કોણ કરશે. પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયાપ્રેમી સંગઠનો દ્વારા થોડા મહિના પહેલાં પ્લાસ્ટિક નો જથ્થો ઝડપી પાડવા બાતમી આપનાર અને સ્થળ પર લઈ જનાર પર ફરજ રૂકાવટ નાં ગુના નોંધાયા છે. કેશોદ શહેરમાં અન્ય નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ના કચરાના વજન જેટલાં વજન નું પ્લાસ્ટિક ની વસ્તુઓ આપી જાહેરમાં પ્લાસ્ટિક ફેકાતુ અટકાવવા હકારાત્મક અભિગમ અપનાવીને પર્યાવરણ ને બચાવવામાં આવી રહી છે.

બાળકોને ખાવાં માટે બજારમાં વેચાતાં ભૂંગળા અને બબલા જે પ્લાસ્ટિક માં પેકિંગ કરવામાં આવે છે એ ૫૦ માઇક્રોન થી પાતળાં પ્લાસ્ટિક વપરાય છે ત્યારે આ ઉત્પાદકો સામે પગલાં કોણ ભરશે. સૌરાષ્ટ્ર ભરમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહેલાં ૫૦ માઇક્રોન થી પાતળાં પ્લાસ્ટિક નો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે ત્યારે જોહુકમી કરી મોટાં મગરમચ્છો ને છોડી નાનાં વેપારીઓ ને દંડવાથી ઉકેલ લાવવામાં સફળતા મળશે ખરી. કેશોદ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલ ગેરકાયદેસર પ્લાસ્ટિક નો જથ્થો નાશ કરવામાં આવ્યો કે શું થયું એ પણ રહસ્યમય બાબત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો