વળતો પ્રહાર/ GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીઆઇડીસીમાં 12.20 અબજ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યો હોવાનો આરોપ શાસક પક્ષ પર મૂકતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનો જવાબ આપતા આ આરોપને પાયાવિહોણા અને સત્યથી વેગળા હોવાનું જણાવ્યું હતું.

Breaking News Gandhinagar Top Stories Gujarat Surat Politics
Beginners guide to 60 3 GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

Gandhinagar News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીઆઇડીસીમાં 12.20 અબજ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યો હોવાનો આરોપ શાસક પક્ષ પર મૂકતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનો જવાબ આપતા આ આરોપને પાયાવિહોણા અને સત્યથી વેગળા હોવાનું જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે જીઆઇડીસીનો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનો ફાળો છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 239 જેટલી ઔદ્યોગિક વસાહતોમાં 70 હજારથી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે. તેના દ્વારા સ્થાનિક ઉત્પાદન, નિકાસ, રોજગારી, સંશોધન જેવા અનેક હેતુઓ પૂરો થાય છે. તેના દ્વારા રાજ્ય તેમજ દેશની આર્થિક પ્રવૃત્તિઓ વેગવંતી બને છે.

તેમણે આરોપનો જવાબ આપતા જણાવ્યું હતું કે જીઆઇડીસી સરકાર પાસેથી સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવીને માળખાકીય સગવડો ઉભી કરીને નહીં નફો કે નુકસાનના ધોરણે ઉદ્યોગકારોને પોષણક્ષમ ભાવે જમીન આપે છે. જીઆઇડીસી નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી. તેની તુલના પ્રાઇવેટ પાર્ક કે ડેવલપરો સાથે કરી ન શકાય.

જીઆઇડીસી દ્વારા કોઈપણ ઔદ્યોગિક વસાહતમાં 90 ટકા કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાનમાં લઈને સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 161 વસાહતોને સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર વસાહતમાં ઉપલબ્ધ પ્લોટ આધારે જ સમગ્ર વસાહતને એક યુનિટ તરીકે ગણીને જ સેચ્યુરેટેડ વસાહત તરીકે નિયત કરવામાં આવે છે.

દહેજ અને સાયકા ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ તેમજ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમજ એન્જિનીયરિંગ ઝોન આવેલા છે. સદર ઔદ્યોગિક વસાહતોના કેમિકલ ઝોનમાં 90 ટકા પ્લોટો વેચાયા હોવાથી જીઆઇડીસી દ્વારા નિયામક મંડળની 518મી સભામાં ફક્ત આ કેમિકલ ઝોનને સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ નિર્ણય બાદ વિવિધ ઔદ્યોગિક સંગટનો, ઉદ્યોગકારો તરફથી રજૂઆતો મળી છે કે સમગ્ર વસાહતના 90 ટકા પ્લોટ વેચાયા હોય તો જ તેને સેચ્યુરેટેડ જાહેર કરી શકાય છે. જી.આઇ.ડી.સી.એ પમ આ સંદર્ભમાં તેની પ્રણાલિને આધીને રહીને 519માં બોર્ડ બેઠકમાં સાયકા અને દહેજની સમગ્ર ઔદ્યોગિક વસાહતના 90 ટકા સુધીના પ્લોટોની ફાળવણી થયેલી ન હોવાથી સમગ્ર સાયકા અને દહેજ ઔદ્યોગિક વસાહતને અનસેચ્યુરેટેડ જાહેર કરી. તેના પછી સાયકામાં આજ સુધી ઉદ્યોગોને જમીન ફાળવણી જ કરાઈ નથી ત્યાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવામાં આવ્યું હોવાની વાત જ પાયાવિહોણી અને કાલ્પનિક છે.

તેમણે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખશ્રીને તે વાતનો ખ્યાલ જ હશે કે તેમની કોંગ્રેસ સરકારના સમયગાળામાં હરાજી વગર જ માત્ર નક્કી થયેલા ફાળવણી દરે ફાળવણી કરવામાં આવતી હતી. પણ ભાજપ સરકાર આવ્યા પછી સેચ્યુરેટેડ સ્ટેટમાં જાહેર હરાજીથી પ્લોટોની ફાળવણી કરવાની પ્રણાલિ શરૂ થઈ છે.

પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે, આવેલી જૂની અરજીઓ સાથે વાટાઘાટો અને વહીવટ બાદ ભ્રષ્ટાચાર થયો છે તેવો જે આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યો છે તેને પાયા વિનાનો ગણાવતા ઉમેર્યું છે કે જૂની મંગાવેલ અરજીઓ પૈકી એકપણ અરજદારને આજદિન સુધી પ્લોટ ફાળવવામાં આવ્યો નથી એટલે વાટાઘાટાનો કોઇ પ્રશ્ન જ ઉદ્દભવતો નથી.

સાયખા ખાતે એપ્રિલ ૨૦૨૩થી આજ સુધી કોઈ પ્લોટ ફાળવણી કરવામાં આવેલ નથી, તેથી સરકારને નાણાંકીય નુકશાન પહોચાડ્યું હોવાની રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી તથા માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેનાં હવાતિયાં સમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ