Not Set/ કોંગ્રેસને હવે કેલ્શિયમનું ઈંજેક્શન આપીને પણ બચાવી નહી શકાય : અસદુદ્દીન ઓવૈસી

છેલ્લા ઘણા સમય સુધી પોતાના વજૂદને લઇને લડાઇ લડી રહેલી કોંગ્રેસ આજે દૂર દૂર સુધી દેખાતી નથી. ભાજપનાં નેતાઓ અને ખાસ કરીને પીએમ મોદી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાત ઘણી વાર કહી ચુક્યા છે, તે વાત સાચી સાબિત થઇ રહી હોય તેવુ આજની તારીખમાં જોવા મળી રહ્યુ છે. હવે કોંગ્રેસનાં વજૂદ પર સવાલ ઉઠાવતા એઆઈએમઆઈએમ […]

Top Stories India
aimim president asaduddin owaisi addresses a 911987 કોંગ્રેસને હવે કેલ્શિયમનું ઈંજેક્શન આપીને પણ બચાવી નહી શકાય : અસદુદ્દીન ઓવૈસી

છેલ્લા ઘણા સમય સુધી પોતાના વજૂદને લઇને લડાઇ લડી રહેલી કોંગ્રેસ આજે દૂર દૂર સુધી દેખાતી નથી. ભાજપનાં નેતાઓ અને ખાસ કરીને પીએમ મોદી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાત ઘણી વાર કહી ચુક્યા છે, તે વાત સાચી સાબિત થઇ રહી હોય તેવુ આજની તારીખમાં જોવા મળી રહ્યુ છે. હવે કોંગ્રેસનાં વજૂદ પર સવાલ ઉઠાવતા એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસી કહે છે કે, કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઈ ગયો છે અને હવે તેને ‘કેલ્શિયમનું ઈન્જેક્શન’ આપીને પણ બચાવી શકાશે નહીં. તેઓ સોમવારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા.

દેશનાં રાજકીય નકશાથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ઓવૈસીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસનું નેતૃત્વ મહારાષ્ટ્ર અને હરિયાણામાં મહત્વપૂર્ણ ચૂંટણીઓને અવગણી રહ્યું છે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ દેશનાં રાજકીય નકશામાંથી ખતમ થઈ ગઈ છે. હવે તેને ‘કેલ્શિયમ ઈન્જેક્શન’ આપીને બચાવી શકાશે નહીં. અગાઉ એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસને યુએપીએ કાયદાનાં દુરૂપયોગ માટે જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે લોકસભામાં કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તાની બહાર જતાની સાથે જ મુસ્લિમોનું ‘બિગ બ્રધર’ બની જાય છે. સદનમાં ‘ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારણા બિલ -2018’ પરની ચર્ચામાં ભાગ લેતા ઓવૈસીએ કહ્યું કે યુએપીએ કાયદાનાં દુરૂપયોગ માટે કોંગ્રેસ અસલી ગુનેગાર છે.

ઓવૈસીએ કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતુ ત્યારે પહેલું સુધારા બિલ લાવ્યું હતું ત્યારે પણ મેં તેનો વિરોધ કર્યો હતો, કોંગ્રેસે કહ્યું હતું કે હું રાષ્ટ્રીય હિતને જાણતો નથી. ઓવૈસીએ દાવો કર્યો હતો કે, જ્યારે સત્તા પર હોય ત્યારે કોંગ્રેસનું વલણ આ પ્રકારનું હોય છે અને જ્યારે તે સત્તાની બહાર હોય ત્યારે મુસ્લિમોનાં મોટા ભાઈ બને છે. ઓવૈસીએ કહ્યું કે જ્યારે કોંગ્રેસનાં કોઈ નેતા મહિનાઓ સુધી આ કાયદા હેઠળ જેલમાં રહેશે ત્યારે કોંગ્રેસને અમારી પીડા સમજાશે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 કોંગ્રેસને હવે કેલ્શિયમનું ઈંજેક્શન આપીને પણ બચાવી નહી શકાય : અસદુદ્દીન ઓવૈસી