Gujarat Assembly Election 2022/ દરિયાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ કરી શકશે જીતનું પુનરાવર્તન?

ભાજપની નજર દરિયાપુરની બેઠક પર છે. આ વિધાનસભા બેઠક અત્યારે કોંગ્રેસ પાસે છે. દરિયાપુર વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે.

Ahmedabad Gujarat Gujarat Assembly Election 2022
ભાજપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આ વખતે લડાઈ ત્રિકોણીય છે. જ્યાં પહેલા માત્ર કોંગ્રેસ અને ભાજપ લડતા હતા, આજે ત્યાં આમ આદમી પાર્ટી પણ છે. જો કે ગુજરાતમાં હજુ પણ ઘણી બેઠકો સરખી છે, જ્યાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. દરિયાપુર વિધાનસભા બેઠક આ બેઠકોમાંથી એક છે. કોંગ્રેસે 2017માં આ સીટ જીતી હતી અને આ વખતે પણ તેણે મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે.

2017માં જીતી હતી કોંગ્રેસ

જો કે આ વખતે દરિયાપુર વિધાનસભા બેઠકના પરિણામો કયા પક્ષની તરફેણમાં આવશે તે કહેવું મુશ્કેલ છે. દરિયાપુર વિધાનસભા બેઠક ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવે છે. 2017માં દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 50.00 ટકા મતદાન થયું હતું. 2017 માં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શેખ ગ્યાસુદ્દીન હબીબુદ્દીને 6187 મતોના માર્જિનથી ભાજપના ભરત બારોટને હરાવીને બેઠક જીતી હતી.

દરિયાપુર વિધાનસભા બેઠક અમદાવાદ પશ્ચિમ સંસદીય મત વિસ્તાર હેઠળ આવે છે. આ સંસદીય મતવિસ્તારમાંથી ભાજપના કિરીટભાઈ સોલંકી સાંસદ છે. તેણે INC ના રાજુ પરમારને 321546 થી હરાવ્યા.

ભાજપની નજર દરિયાપુરની બેઠક પર છે. આ વિધાનસભા બેઠક અત્યારે કોંગ્રેસ પાસે છે. દરિયાપુર વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે.

અમદાવાદ પશ્ચિમમાં એલિસબ્રિજ – 44, અમરાઈવાડી – 50, જમાલપુર – ખાડીયા – 52, મણિનગર – 53, દાણીલીમડા (SC) – 54, અસારવા (SC) – 56 અને દરિયાપુર – 51 વિધાનસભા બેઠકમો સમાવેશ થાય છે. દરિયાપુર વિધાનસભા બેઠકમાં કુલ 1.69 લાખથી વધુ મતદારો હોવાનું કહેવાય છે. જેમાં સૌથી વધુ મતદારો મુસ્લિમ છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ વિરોધ જોવા મળ્યો હતો. દરિયાપુર વિધાનસભા બેઠક પર ગ્યાસુદ્દિન શેખનો સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો દ્વારા વિરોધ થયો હતો.

તેઓએ કોંગ્રેસ કાર્યાલય પર રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે, દરિયાપુર વિધાનસભામાં ગ્યાસુદ્દીન શેખને ટિકિટ ફાળવવામાં આવશે, તો રાજુ મોમીન, રાજેશ બ્રહ્મભટ્ટ સહિત સ્થાનિક કોર્પોરેટરો તેમજ આ બેઠકના સેંકડો કાર્યક્રરો રાજીનામા આપશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે દરિયાપૂર બેઠક પર ઉમેદવારની જાહેરાત પહેલા ફરી અસંતોષ જોવા મળી શકે છે.

વર્ષ 1990માં ભાજપે યુવા નેતા ભરત બારોટને ટિકીટ આપી હતી, તેઓએ કોંગ્રેસના સુરેન્દ્ર રાજપુતને હરાવ્યા હતા, ત્યાર બાદ તેઓ વર્ષ 1995, 1998, 2002, 2007 એમ પાચ ટર્મ સતત દરિયાપુર વિધાનસભાથી ચૂટણી જીતતા રહ્યા હતા. જોકે વર્ષ 2012માં નવું સિમાંકન થતા દરિયાપુર શાહપુર સીટ બની હતી, તેઓ વર્ષ 2012 અને 2017માં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ચૂંટણી હારી ગયા હતા.

હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા શ્વેતા બ્રહ્મભટ્ટ દરિયાપુર, બાપુનગર, અને મણિનગરથી જેવી વિધાનસભા બેઠકો માટે દાવેદાર માનવામાં આવે છે. 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્રમોદી ગુજરાત પ્રવાસે હતા એ દરમિયાન જાહેર કાર્યક્રમોમાંથી ખાસ સમય કાઢી તેઓ રાજભવન ખાતે નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેના પિતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ વ્યથિત મનથી કોંગ્રેસને અલવિદા કરી દીધી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટ ઉપરાંત ભાજપ પાસે આ બેઠક માટે ઘણા દાવેદાર છે.

આ પણ વાંચો:ડાર્ક વેબ પર વેચાયો AIIMSમાંથી ચોરાયેલો ડેટા, હેકરે માંગ્યા 200 કરોડ, ચીનના હાથમાં હોવાની આશંકા

આ પણ વાંચો:“બંગાળીઓ માટે માછલી બનાવીશું” ટિપ્પણી બદલ અભિનેતા પરેશ રાવલે માંગી માફી

આ પણ વાંચો:પ્રથમ તબક્કાના સૌથી ધનિક ઉમેદવાર, ટોપ-10માં કેટલાક સાતમું પાસ તો કેટલાક ત્રીજુ પાસ