કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ છે અને આ લહેરમાં બાળકો વધુ પ્રભાવિત થાય છે. તાજા જન્મેલા શિશુથી લઈને મોટાં બાળકો સુધી બધામાં કોરોનાનું ઈન્ફેકશન થઈ શકે છે. મોટા ભાગનાં બાળકો સારાં થઈ જાય છે છતાં ઘણાં બાળકોમાં ગંભીર લક્ષણો પણ જોવા મળ્યાં છે. જામનગરની જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં અત્યાર સુધી 368 બાળકોને કોરોનાની સારવાર આપવામાં આવી છે. જે પૈકી 108 પોઝિટિવ હતા અને 260નો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. છતાં પણ તેમને સારવાર આપવાની ફરજ પડી હતી. હાલ જીજી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 3 બાળકો સારવાર હેઠળ છે.
ત્રીજી લહેરમાં બાળકોને કોરોના થવાની સંભાવના છે..પરંતુ પ્રથમ અને બીજી લહેર દરમિયાન જામનગરમાં પણ બાળકો સંક્રમિત થયા છે. જામનગરની જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં કોરોના પોઝીટીવ બાળકોને અલગ સારવાર અપાઈ રહી છે. અને તેમની વિશેષ તકેદારી પણ રાખવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે જામનગરમાં બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે. બાળકો કોરોના સંક્રમણ થ રહ્યા છે તે ચિંતાજનક બાબત છે.