postponed/ કોંગ્રેસે મોંઘવારી પર ‘હલ્લા બોલ’ રેલીની તારીખ બદલી, આ કારણે વિરોધ પ્રદર્શન રાખ્યું મોકૂફ

કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે 28 ઓગસ્ટે તેની પ્રસ્તાવિત ‘મોંઘવારી પર હલ્લા બોલ’ રેલી હવે 4 સપ્ટેમ્બરે યોજાશે

Top Stories India
1 2 3 કોંગ્રેસે મોંઘવારી પર 'હલ્લા બોલ' રેલીની તારીખ બદલી, આ કારણે વિરોધ પ્રદર્શન રાખ્યું મોકૂફ

કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને લઇને હલ્લા બોલ રેલીનું આયોજન કર્યુ હતું તે હાલ પુરતું મોકુફ રાખ્યું છે.

કોંગ્રેસે ગુરુવારે કહ્યું કે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે 28 ઓગસ્ટે તેની પ્રસ્તાવિત ‘મોંઘવારી પર હલ્લા બોલ’ રેલી હવે 4 સપ્ટેમ્બરે યોજાશે.

પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં 28 ઓગસ્ટે યોજાનારી ‘મહાગાઈ પર હલ્લા બોલ’ રેલીની તારીખ લંબાવવામાં આવી રહી છે. હવે આ રેલી 4 સપ્ટેમ્બરે યોજાશે.

Congress to hold ‘Halla Bol’ rally over inflation at Ramlila Maidan in Delhi on 4th Sept. Rahul Gandhi will address this rally. 3500 km long ‘Bharat Jodo Yatra’ will commence from Kanniyakumari on Sept 7: Jairam Ramesh, General Secretary in-charge of Communications, Congress pic.twitter.com/W2qGfPzbgk

— ANI (@ANI) August 18, 2022

તેમણે કહ્યું, “આ રેલી દ્વારા સંવેદનહીન નરેન્દ્ર મોદી સરકારને એક મજબૂત સંદેશ આપવામાં આવશે!” અગાઉ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, મહાસચિવો અને રાજ્યના પ્રભારીઓએ મોંઘવારી પર સરકાર વિરુદ્ધ પક્ષના અભિયાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.