Not Set/ મગફળીકાંડની તપાસ માટે સીટની રચના કરવા કોંગ્રેસની માગણી

  નાફેડના અધ્યક્ષના મુદ્દે રાજકારણ રમનાર ભાજપમાં જો થોડી લાજ શરમ હોય તો તેણે તાત્કાલિક હાઈકોર્ટના જસ્ટિસના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરે તેવી માંગણી કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કરી છે. નાફેડના અધ્યક્ષ વાઘજીભાઈ બોડા, રાષ્ટ્રીયકક્ષાએ પણ ભાજપ પદાધિકારી સાથે કામ કરી રહ્યા છે. રાજ્યના પુરવઠામંત્રી અને રાજકોટ ડિસ્ટ્રિકટ બેન્કના અધ્યક્ષ જયેશ રાદડિયા સાથે મેનેજિંગ ડિરેકટર […]

Ahmedabad Top Stories Gujarat Politics
Groundnut Scam 1 મગફળીકાંડની તપાસ માટે સીટની રચના કરવા કોંગ્રેસની માગણી

 

નાફેડના અધ્યક્ષના મુદ્દે રાજકારણ રમનાર ભાજપમાં જો થોડી લાજ શરમ હોય તો તેણે તાત્કાલિક હાઈકોર્ટના જસ્ટિસના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરે તેવી માંગણી કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કરી છે.

નાફેડના અધ્યક્ષ વાઘજીભાઈ બોડા, રાષ્ટ્રીયકક્ષાએ પણ ભાજપ પદાધિકારી સાથે કામ કરી રહ્યા છે. રાજ્યના પુરવઠામંત્રી અને રાજકોટ ડિસ્ટ્રિકટ બેન્કના અધ્યક્ષ જયેશ રાદડિયા સાથે મેનેજિંગ ડિરેકટર તરીકે વાઘજી બોડાએ વર્ષો સુધી કામ કર્યું. વાઘજીના પુત્ર રાજકોટ ડિસ્ટ્રિકટ બેન્કનાં ડિરેકટર તરીકે કાર્ય કરી રહ્યા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ભાજપ્ના પદાધિકારીઓ સાથે નિકટના નાતા તરીકે, સહયોગી તરીકે તેમના પુત્ર કામ કરી રહ્યા છે ત્યારે રૂ4000 કરોડના મગફળી કૌભાંડનો એક પછી એક ચહેરો જે ભાજપના કાર્યાલય કમલમ્ કે ગાંધીનગરના સ્વર્ણિમ સંકૂલ સુધી પહોંચે ત્યારે ભાજપના અધ્યક્ષ લાજવાને બદલે ગાજી રહ્યા છે. તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે,

manish doshi મગફળીકાંડની તપાસ માટે સીટની રચના કરવા કોંગ્રેસની માગણીનાફેડના અધ્યક્ષ વાઘજીભાઈ બોડાના કોંગ્રેસ સાથેના સંબંધ અંગે મોટે મોટેથી બૂમો પાડીને નિવેદન આપનાર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સત્ય છૂપાવવા અને રૂ.4000 કરોડના મગફળી કૌભાંડથી ભાજપનાં વરિષ્ઠ નેતાઓ અને મળતીયાઓની ચામડી બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપ અને સરકારમાં થોડી પણ શરમ હોય તો રૂ.4000 કરોડના મગફળી કૌભાંડની વડી અદાલતના ન્યાયમૂર્તિની દેખરેખ હેઠળ એસઆઈટીની રચના કરે.”