Gujarat election 2022/ અડગ વિશ્વાસઃ પાંચ-પાંચ ચૂંટણી હારનાર ઉમેદવારને ટિકિટ આપી કોંગ્રેસે

સામાન્ય રીતે કોઈપણ રાજકીય પક્ષ (Political party) તેનો એક ઉમેદવાર (Candidate) એક કે બે વખત ચૂંટણીમાં હારી જાય તો તેને ફરીથી ટિકિટ આપવાનું વિચારતો પણ નથી. પણ કોંગ્રેસ (Congress) જ કદાચ એકમાત્ર એવો પક્ષ હોઈ શકે છે જે પાંચ-પાંચ વખત ચૂંટણી હારેલાને પણ ઉમેદવાર બનાવી શકે છે.

Top Stories Gujarat
Congress election Jyanti patel અડગ વિશ્વાસઃ પાંચ-પાંચ ચૂંટણી હારનાર ઉમેદવારને ટિકિટ આપી કોંગ્રેસે

સામાન્ય રીતે કોઈપણ રાજકીય પક્ષ (Political party) તેનો એક ઉમેદવાર (Candidate) એક કે બે વખત ચૂંટણીમાં હારી જાય તો તેને ફરીથી ટિકિટ આપવાનું વિચારતો પણ નથી. પણ કોંગ્રેસ (Congress) જ કદાચ એકમાત્ર એવો પક્ષ હોઈ શકે છે જે પાંચ-પાંચ વખત ચૂંટણી હારેલાને પણ ઉમેદવાર બનાવી શકે છે. આને કહેવાય કોંગ્રેસનો અડગ વિશ્વાસ.

કોંગ્રેસે મોરબી વિધાનસભા બેઠક પર જયંતિ પટેલને (Jayanti Patel) ટિકિટ આપી છે. હવે જયંતિ પટેલનો રાજકીય ઇતિહાસ જોઈએ તો તેમણે અત્યાર સુધી ક્યારેય વિજયનો સ્વાદ ચાખ્યો નથી. તેમની રાજનીતિનો પ્રારંભ 1990માં શરૂ થયો હતો. તેમણે 1998, 2002 અને 2007માં અને 2017માં ચૂંટણી લડી હતી અને દરેકમાં તે હારી ગયા હતા.  તેના પછી 2020ની પેટાચૂંટણીમાં બ્રિજેશ મેરજા (Brijesh Merja)સામે હારી ગયા હતા,  જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ વખતે મેરજા મેદાનમાં નથી. પટેલને હવે પાંચ-પાંચ ચૂંટણીમાં પરાજય પછી હવે જીતનો વિશ્વાસ છે અને આશા છે કે નારાજ સ્થાનિકો પરિવર્તન માટે મત આપશે.

જયંતિ પટેલે જણાવ્યું હતું કે ભાજપના (BJP) હઠાગ્રહભર્યા વલણના લીધે લોકો નારાજ છે. તેમણે જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાએ હજી સુધી મૃતકો માટે શોકસબાનું આયોજન કર્યુ નથી. અમે પણ અહીંની પ્રજાની ભાવનાને માન આપીને કોઈ રેલીનું આયોજન કર્યુ નથી. અમે મતદારો વચ્ચે ચૂપચાપ ફરતા રહીએ છીએ અને તેમની ખબર-અંતર પૂછીએ છીએ.

મોરબીના કેબલ બ્રિજ (Morbi cable bride accident)અકસ્માતમાં લોકોને બચાવવા માટે કાંતિ અમૃતિયાએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હોવાથી ભાજપ તેને હીરો તરીકે રજૂ કરી રહ્યુ છે. ભૂતપૂર્વ વિધાનસભ્ય કાંતિ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં પટેલ સમાજના કુટુંબમાં થયો હતો. 1970ના દાયકામાં મોરબીની પૂર હોનારતમાં તેમણે પીડિતોના પુર્નવસન માટે સેવા આપી હતી. તેમણે મોરબીની વીસી ટેકનિકલ હાઇસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ પહેલા એબીવીપી અને પછી ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો

Gujarat Election 2022/ નજદીકીયાઃ સૌરાષ્ટ્ર જીતવા મોદીનો આધાર રૂપાણી પર!

Gujarat Election/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 જાહેર સભા સંબોધશે, PMએ સંભાળી બાગડોર