Gujarat Assembly Election 2022/ ગુજરાતમાં કોંગ્રેસે અત્યારથી જ મૂકી દીધા હથિયાર? પાર્ટી સામે છે અનેક પડકારો

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ સામે અનેક પડકારો છે. 27 વર્ષથી રાજ્યમાં શાસન કરી રહેલા ભાજપને હરાવવા અને નેતાઓને એકજૂટ રાખવા એ એક મોટો પડકાર છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
કોંગ્રેસ

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ સામે અનેક પડકારો છે. 27 વર્ષથી રાજ્યમાં શાસન કરી રહેલા ભાજપને હરાવવા અને નેતાઓને એકજૂટ રાખવા એ એક મોટો પડકાર છે. આટલું જ નહીં ચૂંટણી પ્રચારમાં પણ ભાજપ AAPની સામે પાછળ રહેતી જોવા મળી રહી છે. બે દિવસમાં ત્રણ ધારાસભ્યો ભાવેશ કટારા, મોહન સિંહ રાઠવા અને ભગાભાઈ બારડ પાર્ટી છોડી ચૂક્યા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, ઉમેદવારોની જાહેરાતમાં સાવચેતી રાખવામાં આવી રહી છે, જેથી જેમને છોડીને જવું હોય ટે જઈ શકે.

2017ની વિધાનસભા ચૂંટણીથી અત્યાર સુધીમાં 20 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રતનભાઈ પટેલ કહે છે કે ચૂંટણીમાં સતત હલચલ જોવા મળી રહી છે. તે પરિણામને અસર કરતું નથી. પક્ષપલટો વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.

વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાર્ટી જે રીતે પ્રચાર કરી રહી છે, તેનાથી લાગે છે કે તે ગંભીર નથી, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ સતત પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં 43 ઉમેદવારો નક્કી કર્યા છે. બાકીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 182 સીટોવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 01 ડિસેમ્બર અને 05 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

ગુજરાતમાં સામાન્ય રીતે સત્તાધારી ભાજપ અને તેની હરીફ કોંગ્રેસ પાર્ટી વચ્ચે સામસામે મુકાબલો થતો હોય છે, પરંતુ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP)ના ચૂંટણી મેદાનમાં પ્રવેશને કારણે આ મુકાબલો ત્રિકોણીય થવાની સંભાવના છે.

આ પણ વાંચો:ભાજપે ઘણી કાપી ટિકિટ, નવા ચહેરાઓને મળી તક: સુરતમાં કેમ ન કર્યું આવું

આ પણ વાંચો:મહેમદાવાદની બેઠક પર કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૈાહાણની ટિકિટ પર લટકતી તલવાર? આંતરિક વિખવાદ અને પ્રજાની નારાજગી!

આ પણ વાંચો:આજથી ગુજરાતમાં ઓવૈસી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે,જાણો સમગ્ર કાર્યક્રમ