રાજકીય/ જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એક ઘરમાં બે વ્યક્તિઓને નોકરી આપશે : જગદીશ ઠાકોર

અલ્યા એક તો આવો પણ કોઈ નહિ આવતા ઉમેર્યું કે (અમારી) કોંગ્રેસ ની સરકાર લાવો, એક-એક ઘરમાં બે-બે નોકરી ના આપીએ તો અમારી જણવાવાળીમાં ફેર હતો એમ મોનજો..

Gujarat Trending
અક્ષત 1 5 જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એક ઘરમાં બે વ્યક્તિઓને નોકરી આપશે : જગદીશ ઠાકોર

કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ  જગદીશ ઠાકોર ની નિયુક્તિ પાછી આકરા તેવર જોવા મળી રહ્યા છે. તેઓ ભાજપ ઉપર નિશાન સાધવાની એકપણ તક જતી કરતાં નથી. કડીના વડુ ગામે એક કાર્યક્રમમાં તેમના આવા જ તીખા તેવર  જોવા મળ્યા હતા. જયાં  તેમને મન  ભરી ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા.

તેમણે  કડીના વડુ ગામમાં મહાશત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે ભાજપના 25 વર્ષના શાસન માં બેરોજગારી રાજ્યમાં શિક્ષણ તથા રોજગારના સરકારના વાયદા પર સવાલો કરી માત્ર વાયદા ગણાવ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યુ તેનું ઉદાહરણ જોવું છે તો તમારામાંથી આ ઊભા છે એમાંથી કોઈ તલાટી, કોઈ પોલીસમાં પસંદ થયો હોય, કોઈ ક્લાર્કમાં પસંદ થયો હોય કોઈને આંગણવાડીમાં નોકરી મળી હોય એવા લોકો અહીં આવો. તેમનું સન્માન કરવું છે. જોકે સ્ટેજ પર કોઈ આવ્યું નહતું.

‘અલ્યા એક તો આવો પણ કોઈ નહિ આવતા ઉમેર્યું કે (અમારી) કોંગ્રેસ ની સરકાર લાવો, એક-એક ઘરમાં બે-બે નોકરી ના આપીએ તો અમારી જણવાવાળીમાં ફેર હતો એમ મોનજો. જગદીશ ભાઈએ ભાજપ ઉપર નિશાન સાધતાં કોંગ્રેસના શાસનમાં એક ઘર માં બે વ્યક્તિઓ ને નોકરી અપાવવાનું વચન આપ્યું હતું.

કટ્ટરપંથી વિચારધારા / પાકિસ્તાનની મદરેસાઓમાં ધર્મનિંદા કરનારાઓનું માથું કાપવાનું શીખવવામાં આવે છે, વીડિયો આવ્યો સામે 

World / ભારતે અફઘાનો માટે મોકલી ‘સંજીવની’, તાલિબાને કહ્યું, – 

થાપણદારો પ્રથમ / PM મોદીનું બેંક ડિપોઝીટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામમાં મોટી જાહેરાત, બેંક ડૂબી તો પણ આટલી રકમ રહેશે સુરક્ષિત

7મું પગાર પંચ /કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં જબરદસ્ત ભેટ મળશે, DA, HRA વધશે…

SBI એલર્ટ /શનિવાર અને રવિવારે 300 મિનિટ માટે ઈન્ટરનેટ બેન્કિંગ રહેશે બંધ, જાણો કારણ…