પ્રહાર/ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના અધ્યક્ષ પર કર્યા પ્રહાર,”કૃષ્ણ અને સુભદ્રાનો સંબંધ જેને ખબર નથી તે હિન્દુ ધર્મના ઠેકેદાર બનીને ફરે છે’

પોરબંદરના માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કૃષ્ણ અને રુક્મિણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા

Top Stories Gujarat
4 27 કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના અધ્યક્ષ પર કર્યા પ્રહાર,''કૃષ્ણ અને સુભદ્રાનો સંબંધ જેને ખબર નથી તે હિન્દુ ધર્મના ઠેકેદાર બનીને ફરે છે'

કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પર આકરા પ્રહાર કર્યા હતા,પોરબંદરના માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કૃષ્ણ અને રુક્મિણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. સી.આર. પાટીલના આ નિવેદન અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે સી.આર પાટીલ માફી માગે એવી માગ કરી છે.

 

 

સી.આર. પાટીલના નિવેદનનો અર્જુનભાઈ મોઢવાડિયાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે જેમને એ ખબર નથી કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીનો શો સંબંધ છે તે આજે હિન્દુ ધર્મના ઠેકેદાર બનીને ફરે છે. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીને પતિ-પત્ની બનાવીને ભાઇ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાવ્યું છે. લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે સી.આર પાટીલ માફી માગે.

પોરબંદરના માધવપુરનો ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીની લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ત્યારે આ મેળામાં પહોંચી ગયેલા સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ભાંગરો વાટ્યો હતો. સંબોધનની શરૂઆતમાં તેમણે કૃષ્ણ અને રુક્મિણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્ય હતા.કોઇ તેમણે આ ભૂલ કરી છે તો તેમણે ભૂલ સુધારી લીધી હતી.