મતદાન/ હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું મતદાન, પરંતુ પોતાની પાર્ટીને જ ન આપી શક્યા વોટ, આ છે મુખ્ય કારણ

કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલ વોર્ડ નં-2 વિરમગામ આઇટીઆઈ મતદાન મથક ખાતે મતદાન કરવા પહોંચ્યા

Ahmedabad Top Stories Gujarat
A 393 હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું મતદાન, પરંતુ પોતાની પાર્ટીને જ ન આપી શક્યા વોટ, આ છે મુખ્ય કારણ

આજે જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલ વોર્ડ નં-2 વિરમગામ આઇટીઆઈ મતદાન મથક ખાતે મતદાન કરવા પહોંચ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવારને નહીં આપી શકે મત કારણકે વોર્ડ નંબર-2માં કોંગ્રસે ઉમેદવાર જાહેર નથી કર્યા.

અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસને મત ના આપી શક્યા. હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા. વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન પહેલા યુગલ દંપતીઓએ મતદાનની નિભાવી ફરજ

વિરમગામ નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના મતદાન માટે વહેલી સવારથી મતદાન ચાલી રહ્યું છે. જો કે, ભાજપ દ્વારા ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો હતો. મતદાન મથકની 100 મીટરની હદમાં ડેમો મશીન લઈ ભાજપ દ્વારા પ્રચાર કરાઈ રહ્યાનું સામે આવ્યું હતું. મતદારોને ડેમો બતાવવામાં આવતો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહોતી કરાઈ.

અમદાવાદમાં વિરમગામ નપાની ચૂંટણીમાં ઈવીએમ ખરાબ થયું. વોર્ડ નંબર 4 ની ઉર્દૂ શાળામાં ઈવીએમ ખરાબ થયું. અહીં 9 વોર્ડની 36 બેઠકો માટે જંગ ચાલી રહી છે. અમદાવાદ વિરમગામના વસવેલીયા ગામમાં મતદાન સમયે વિવાદ થયો. ભાજપનો ચૂંટણી એજન્ટ બૂથમાં પાર્ટી સિમ્બોલ સાથે પહોંચતા વિવાદ થયો. ચૂંટણી અધિકારીની હાજરીમાં ભાજપ બૂથ એજન્ટ ચિન્હ સાથે હાજર દેખાતા વિવાદ થયો. ચૂંટણી અધિકારીઓ ભાજપના એજન્ટ સામે મૂક પ્રેક્ષક બની રહ્યાં. ત્યારે કોંગ્રેસના કાર્યકરે વાંધો ઉઠાવી કાર્યવાહી કરવાની માંગ કરી.

આ પણ વાંચો : ભાવનગરના વલભીપુરમાં 2 મહિલા ઉમેદવારના પતિઓ વચ્ચે થઇ મારામારી