Not Set/ બિનસચિવાલયની પરીક્ષા મામલે SIT ની રચના પર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ

બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિને પગલે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામા આવ્યુ છે. જેને લઇને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર સવાલો ઉઠતા ગાંધીનગર ખાતે તેઓએ મોટી સંખ્યામાં આંદોલન શરૂ કર્યુ, જેમા તેમને નેતાઓનો પણ સારો સહકાર મળ્યો છે. જેમા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે તો વિદ્યાર્થીઓનાં હકમાં SIT પર જ […]

Top Stories Gujarat
Hardik Patel4 બિનસચિવાલયની પરીક્ષા મામલે SIT ની રચના પર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ

બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિને પગલે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામા આવ્યુ છે. જેને લઇને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર સવાલો ઉઠતા ગાંધીનગર ખાતે તેઓએ મોટી સંખ્યામાં આંદોલન શરૂ કર્યુ, જેમા તેમને નેતાઓનો પણ સારો સહકાર મળ્યો છે. જેમા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે તો વિદ્યાર્થીઓનાં હકમાં SIT પર જ સવાલો ઉઠાવી દીધા છે.

હાર્દિક પટેલે કહ્યુ કે, SIT ની રચના કરવામાં આવી તેમા જેટલા પણ અધિકારીઓ મુક્યા છે તેઓ સ્વાભાવિક રીતે ક્યાક ને ક્યાક ઇમાનદાર નથી. આ પહેલા કહેવામાં આવ્યુ હતુ કે કમિટીમાં વિદ્યાર્થીઓને શામિલ કરીશુ પણ તેમને ન કરવામાં આવ્યા, આ લડાઇ વિદ્યાર્થીઓની છે, જે અહી રાત્રીએ પણ પોતાના આંદોલનને ચલાવી રહ્યા છે, તેમને પૂરતુ ખાવાનું નથી મળી રહ્યુ, તેઓ માત્ર વેફર્સનાં પડીકાથી ચલાવી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…