ગાંધીનગર/ પૂર્વ કેન્દ્રીય મંત્રી પર કોંગ્રેસના નેતા વંદનાબેન લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું – મારી અંગત થઇ જા અને…

આંદોલન સમયે મે સાબરમતી જેલમાં એક મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો છે. આપ પાર્ટીમાં મારુ મોભાનું સ્થાન અને ગુજરાતના પાટીદારોમાં પાસના મહિલા અગ્રણી હોવાને નાતે કોંગ્રેસ પાર્ટીએ મને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપેલ.

Top Stories Gujarat Others
વંદનાબેન

કોંગ્રેસ પાર્ટી પર ફરી એકવાર જાતીય સતામણીના છાંટા ઊડ્યાં છે. અને આ આરોપ મહિલા કોંગ્રેસના દિગ્ગજ નેતા વંદનાબેન પટેલે લગાવ્યો છે. તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સિંહ સોલંકી  પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. વંદનાબેન ભરત સોલંકી પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હું જ્યારે 2017 માં કોંગ્રેસમાં જોડાઈ ત્યારે તે વખતે પ્રમુખ પદે ભરતભાઈ સોલંકી હતા. કોંગ્રેસમાં જોડાઈ તે પહેલા આપ પાર્ટીમાં પ્રદેશ મહિલા પ્રમુખ પદે હતી અને કેજરીવાલ સાહેબ મને ડાયરેક્ટ ફોન કરીને ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરતા ટૂંકમાં આપ પાર્ટીમાં મારું અગત્યનું અને મોભાનું સ્થાન હતું. વળી હું પાસ આંદોલનમાં પણ ઘણી સક્રિય હતી.

આંદોલન સમયે મે સાબરમતી જેલમાં એક મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો છે. આપ પાર્ટીમાં મારુ મોભાનું સ્થાન અને ગુજરાતના પાટીદારોમાં પાસના મહિલા અગ્રણી હોવાને નાતે કોંગ્રેસ પાર્ટીએ મને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપેલ. મારી ફરજના ભાગરૂપે મેં કોંગ્રેસમાં તનતોડ મહેનત કરવાનું શરુ કરી દીધેલું અને કોંગ્રેસને સત્તામાં લાવવા માટે ગુજરાતની પ્રજામાં શાક વધે તેવા શુભ ઇરાદાથી સાથે હું કામે લાગી ગઈ હતી. તે વખતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી હતા. તો તેમની દોરીસંચાર અને ગાઈડલાઇન તેમજ સૂચના પ્રમાણે કામ કરવું પડે તે સ્વાભાવિક અને વ્યવહારુ પણ હતું. આ સમય દરમ્યાન કોંગ્રેસની મીટિંગ ઓકે પ્રવૃત્તિઓ દરમિયાન ભરતસિંહ સોલંકીની મારા પ્રત્યે જોવાની દ્રષ્ટિ સાધારણ નહોતી.

ભરતસિંહ સોલંકીની ચેટ અને મેસેજના કારણે સૌપ્રથમ તો મને ખૂબ જ આઘાત લાગ્યો અને હું ડઘાઈ ગઈ. હું વિચારવા લાગી કે રાષ્ટ્રીય લેવલે ખૂબ જ મોટું કદ ધરાવતી અને સ્વચ્છ પાર્ટીની છાપ ધરાવતી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખનો ઉચ્ચ હોદ્દો ધરાવતા વ્યક્તિ પાસે આટલી નીચ અને વિકૃત માનસિકતા.

a 57 2 પૂર્વ કેન્દ્રીય મંત્રી પર કોંગ્રેસના નેતા વંદનાબેન લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું - મારી અંગત થઇ જા અને...

ત્યારબાદ પણ ભરત સિંહની વાતો અને ઈરાદાઓને હું ટાળતી રહી હતી અને ધ્યાને લેતી ન હતી. છતાં પણ ભરતસિંહ ટસના મસ થયા નોહતાં અને તેમની ગંદી હરકતો ચાલુ રાખી હ.તી તેથી સમય જતા કંટાળીને મે તમામ વિગતો તેમના ભાઈ અમીત ચાવડાને જણાવેલ. ચેટરૂપે પૂરાવા પણ આપેલા ત્યારે અમિતભાઈ મને કહેવા લાગ્યા કે મારા ભાઈની આ કમજોરી છે. તેઓ આ બાબતે ખુબજ વિકૃત છે અને તેમને આવું બધું ખૂબ ગમે છે અને આ બધી પક્ષની અંદરની વાતો કેહવાય તમારે બધું ભૂલી જવાનું.

આપને જણાવી દઈએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સિંહ સોલંકી અને તેમનાથી 23 વર્ષ નાનાં તેમનાં પત્ની રેશ્મા વચ્ચે છેલ્લા છએક મહીનાથી તકરાર ચાલી રહી છે. તેમની વચ્ચેની સમસ્યાઓ જાહેર છે અને તેમની વચ્ચે નથી અણબનાવ હોવાની વાત ભરત સિંહ સોલંકીએ જાહેરમાં કબુલી પણ છે.

ભરત સિંહ કે જેઓ રેશ્માના પતિ રહી ચૂક્યા છે અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રેશ્મા સાથેના અણબનાવનો મામલો જાહેર કરીને કહ્યું છે કે તેની સાથે કોઈ નાણાકીય લેવડદેવડ કરવી જોઈએ નહીં. જો કોઇ તેમ કરશે તો તે જે તે વ્યક્તિની જવાબદારી રહેશે. તાજેતરમાં ભરત સિંહ સોલંકીના વકીલ તપોધનએ કહ્યું હતું કે, તેના અસીલ ભરત સિંહ સોલંકી રાજકીય-સામાજિક દરજ્જો ધરાવતી વ્યક્તિ છે. જો કોઈ આર્થિક વ્યવહાર હશે તો ભરત સિંહ સોલંકીની કોઈ જવાબદારી રહેશે નહીં.વકીલે કહ્યું હતું  કે ભરત સોલંકી અને રેશ્માબેન પટેલ વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે અને રેશ્મા તેમના કહ્યામાં નથી, તે પોતાનું ધાર્યું કરે છે અને તેઓ ચાર વર્ષથી એકબીજાથી જુદાં રહે છે.

રેશ્માએ ભરત સિંહ સોલંકીનું વલણ કોંગ્રેસના નેતાઓ સાથે વિપરીત રાખ્યું છે. 67 વર્ષના ભરત સિંહ સોલંકી તેના કરતાં 23 વર્ષ મોટા હોવા છતાં તેમણે રેશ્માને ઘરમાંથી કાઢી મૂકી હોવાની વાત રેશ્માએ પોતાના પત્રમાં લખી છે અને એમ પણ લખ્યું છે કે કોંગ્રેસના મોવડી મંડળે તેમને કોંગ્રેસમાંથી મુક્ત કરીને ઘરે પાછા મોકલવા જોઇએ જેથી તેમની સાન ઠેકાણે આવે.

આ પણ વાંચો:સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ન્યાય મળવાની આશા : ગણતરીના કલાકોમાં ચુકાદો

ગુજરાતનું ગૌરવ