Mallikarjun Kharge's public meeting/ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આજે ગુજરાતમાં બે જાહેર સભાઓ સંબોધશે

આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે ગુજરાતમાં પ્રચાર અર્થે આવશે. આજે તે ગુજરાતમાં બે જાહેર સભાઓ સંબોઘશે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Mallikarjun Kharge's public meeting

Mallikarjun Kharge’s public meeting:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથ તબકકો પૂર્ણ થઇ ગયો છે. ગઇકાલે 89 બેઠકો પર સરેરાશ 60 ટકા મતદાન થયું હતું,હવે બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકિય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ભાજપે તો મેગા પ્રચાર રણનીતિ અપનાવી છે, જયારે કોંગ્રેસે પણ તેના મજબૂત અને કદાવર નેતાઓને રાજ્યમાં પ્રચાર માટે ઉતાર્યા છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે ગુજરાતમાં પ્રચાર અર્થે આવશે. આજે તે ગુજરાતમાં બે જાહેર સભાઓ સંબોઘશે.

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ પહોચ્યો છે એવામાં તમામ રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે પ્રચાર તેજ કરી દીધો છે. આજે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ગુજરાતમાં બે જાહેર સભાઓ સંબોધશે. આજે બપોરે  એક કલાકે ભિલોડા ખાતે જન સભા સંબોધશે ત્યારબાદ ગાધીનગરમાં સાંજે 6 કલાકે જાહેર સંભા સંબોધશે.

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાનું અંદાજિત 60.47  ટકા મતદાન નોંધાયું છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત 60.47 ટકા મતદાન નોંધાયું છે.

પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને  વીવીપેટ  મશીનો  સીલ કરાયા હતા.  પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે.  આગામી 8 તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે.

Gujarat Election/પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, મતદારોમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ

Gujarat Election/પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઓછા માર્જિનવાળી બેઠકો પાર્ટી માટે સમસ્યા બની

road show/PM મોદીના રોડ શોમાં એમ્બ્યુલન્સ આવતા કાફલાને રોક્યો: VIDEO

Gujarat Election/હજુ સમય છે… જાડેજાએ ટ્વીટ કર્યો બાળ ઠાકરેનો વીડિયો