Not Set/ કોંગ્રેસ-એનસીપી વચ્ચેનું ગઠબંધન ફરી ઘાંચમાં પડ્યું

અમદાવાદ આખરે, ગુજરાતની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી) વચ્ચે કેટલી સીટો પર સમાધાન થવાના ફરી એકવાર પ્રયત્નો થયા હતા.છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ખેંચતાણ પછી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સુત્રોના જણાવ્યા પ્રમાણે  ઉમરેઠ,કુતીયાણા,નરોડા તથા સૌરાષ્ટ્રની બે ત્રણ બેઠક પર વચ્ચે ગઠબંધન થયું છે.જો કે આ ગઠબંધનને લઇને આજે દિલ્હીમાં મળેલી મીટીંગમાં ફરી એકવાર મડાગાંઠ […]

Top Stories
ncp congress કોંગ્રેસ-એનસીપી વચ્ચેનું ગઠબંધન ફરી ઘાંચમાં પડ્યું

અમદાવાદ

આખરે, ગુજરાતની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી) વચ્ચે કેટલી સીટો પર સમાધાન થવાના ફરી એકવાર પ્રયત્નો થયા હતા.છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ખેંચતાણ પછી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સુત્રોના જણાવ્યા પ્રમાણે  ઉમરેઠ,કુતીયાણા,નરોડા તથા સૌરાષ્ટ્રની બે ત્રણ બેઠક પર વચ્ચે ગઠબંધન થયું છે.જો કે આ ગઠબંધનને લઇને આજે દિલ્હીમાં મળેલી મીટીંગમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઇ હતી.જે સીટ પરથી એનસીપીના ઉમેદવારો લડવા માંગે છે તે સીટો પર કોંગ્રેસના પણ ઉમેદવારોપણ ફોર્મ પરત ખેંચવા તૈયાર નહીં હોવાથી આ ગઠબંધનની નાવ કિનારે આવીને ડુબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

જો કે આ જોડાણને લઇને એનસીપીના જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે હજુ ગઠબંધન તુટ્યું નથી.

આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે એનસીપી સાથે જોડાણ અંગે વાટાઘાટો ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોંગ્રેસ અને એનસીપી સાથે ચૂંટણી જોડાણ અંગે મડાગાંઠ પડી હતી.રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના બે ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપતાં કોંગ્રેસ સાથેનું જોડાણ તુટવાને આરે આવ્યું હતું.એક તબક્કે કોંગ્રેસ તરફથી આ જોડાણ તુટવા અંગે જાહેરાત પણ કરવામાં આવી હતી.બીજી તરફ ગત અઠવાડિયે એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે 100થી વધુ સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.