Not Set/ 4 મહિનામાં જ અયોધ્યામાં બનશે ભવ્ય રામ મંદિર : અમિત શાહ

ઝારખંડના પાકુડમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં ગૃહ પ્રધાન અમિત શાહે રામ મંદિરને લઈને મોટી જાહેરાત કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય આવ્યો છે. હવે, આ નિર્ણય પછી આવતા ચાર મહિનામાં, અયોધ્યામાં ભવ્ય ગગનચુંબી શ્રી રામ મંદિર બનાવવામાં આવશે. આ સાથે ગૃહમંત્રીએ કાશ્મીર મુદ્દે પર પણ કોંગ્રેસને જોરદાર […]

Top Stories India
aa 14 4 મહિનામાં જ અયોધ્યામાં બનશે ભવ્ય રામ મંદિર : અમિત શાહ

ઝારખંડના પાકુડમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં ગૃહ પ્રધાન અમિત શાહે રામ મંદિરને લઈને મોટી જાહેરાત કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય આવ્યો છે. હવે, આ નિર્ણય પછી આવતા ચાર મહિનામાં, અયોધ્યામાં ભવ્ય ગગનચુંબી શ્રી રામ મંદિર બનાવવામાં આવશે. આ સાથે ગૃહમંત્રીએ કાશ્મીર મુદ્દે પર પણ કોંગ્રેસને જોરદાર ઘેરી લીધી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય હિતને લગતા મુદ્દાઓ પર પણ રાજકારણ કરે છે.

અમિત શાહે રેલીમાં જણાવ્યું હતું કે સેંકડો વર્ષોથી, વિશ્વભરના ભારતીયોની માંગ છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભવ્ય શ્રી રામ મંદિર બનાવવામાં આવે. દરેક જણ રામ મંદિર બનાવવાનું ઇચ્છતા હતા, પરંતુ કોંગ્રેસ અને તેના વકીલો કોર્ટમાં આ મામલે અવરોધ રૂપ બની રહી. કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં કહેતા હતા કે હવે કેસ ન ચલાવો, કેમ ભાઈ કેમ તમારા પેટમાં દુખાવો થઈ રહ્યો છે? આ મોટા ચાર્જ સાથ અમિત શાહે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો સમય પણ જણાવ્યો. તેમણે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે, ભગવાન શ્રી રામનું આકાશને સ્પર્શતું મંદિર અયોધ્યામાં 4 મહિનામાં બનાવવામાં આવશે.’

ગૃહ પ્રધાન અમિત શાહે રામ મંદિર સહિતના અન્ય તમામ મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી લીધી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ દેશનો વિકાસ કરી શકશે નહીં અને સુરક્ષિત પણ કરી શકશે નહીં અથવા દેશની જનતાની ભાવનાઓને માન આપી શકશે નહીં. તેમણે કહ્યું કે રાહુલ બાબા સહિત હેમંત સોરેન ભાજપને પૂછે છે કે અમે ઝારખંડમાં કાશ્મીર વિશે કેમ વાત કરી રહ્યા છીએ? હું લોકોને પૂછવા માંગું છું કે શું તમે નથી ઇચ્છતા કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ બની જાય? જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને મોદી સરકારે કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ બનાવ્યો છે. કાયમ અને હંમેશા માટે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.