#Dashera/ શાસકના જીવનમાં ઘમંડનું કોઈ સ્થાન ના હોવું જોઈએ : સોનિયા ગાંધી

કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે દશેરાના શુભ અવસર પર જનતા ને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે વિજયાદશમીનો સૌથી મોટો સંદેશ એ છે કે શાસનમાં જનતા સૌથી મહત્વ પૂર્ણ છે.

Top Stories India
1 sonia gandhi 36498 શાસકના જીવનમાં ઘમંડનું કોઈ સ્થાન ના હોવું જોઈએ : સોનિયા ગાંધી

કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે દશેરાના શુભ અવસર પર જનતા ને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે વિજયાદશમીનો સૌથી મોટો સંદેશ એ છે કે શાસનમાં જનતા સૌથી મહત્વ પૂર્ણ છે. અને શાસકના જીવનમાં ઘમંડ, , જુઠ્ઠાણા અને ખોટા વચનોને કોઈ સ્થાન નાં હોવું જોઈએ. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે અંતે, સત્યનો જ વિજય થાય છે.

good wishes / દશેરા-નોમનાં મહાપર્વે PM મોદી-રાહુલ ગાંધીએ દેશવાસીને શું પાઠ…

દશેરા પરના પોતાના સંદેશમાં સોનિયા ગાંધીએ સૌના કલ્યાણની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, ‘દશેરા, અન્યાય ઉપર ન્યાયની જીતનું પ્રતીક, અસત્ય પર સત્ય અને ઘમંડ ઉપર સમજદારીપણું, નવ દિવસની પૂજા પછી નવેસરથી સંકલ્પ સાથે કર્તવ્યના પાલનનું પ્રતિક છે.  શાસનમાં જાહેર જનતા સર્વોચ્ચ છે અને શાસકના જીવનમાં ઘમંડ, અસત્ય અને વચન તોડવા માટે કોઈ સ્થાન નથી. આ વિજયાદશમીનો સૌથી મોટો સંદેશ છે.

Man Ki Baat / જાણો સૌન્ય, કાશ્મીર, ખાદી સહિતનાં મામલે PM મોદીએ શું કહી પોત…

કોંગ્રેસ પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં, સોનિયા ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે આ દશેરાથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જ નહીં, પણ આપણા બધામાં સદભાવ અને સાંસ્કૃતિક મૂલ્યો ને મજબૂત બનાવશે. તેમણે આ પ્રસંગે લોકોને અપીલ કરી હતી કે તેઓ તહેવારો દરમિયાન કોરાના રોગચાળાથી પોતાને બચાવવા અને તમામ નિયમો નું પાલન કરે.

Bihar Election / ચાલું ચૂંટણી પ્રચારમાં શિવહર વિધાનસભાનાં ઉમેદવારની ગોળી મારી…