Not Set/ કાશ્મીરી છોકરીઓનાં નિવેદન પર CM ખટ્ટર ફસાયા વિવાદમાં, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કાશ્મીરી છોકરીઓ અંગેનાં તેમના નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાયા છે. કોંગ્રેસે તેના પર હવે સવાલો ઉભા કર્યા છે, ત્યારે ભાજપનાં નેતા અને મુખ્યમંત્રીએ તેમના નિવેદનની સ્પષ્ટતા કરતાં એક નવો વીડિયો બહાર પાડ્યો હતો અને બતાવવાની પ્રયત્ન કર્યો હતો કે તેમના શબ્દો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેમની નજરમાં […]

India
cm khattar કાશ્મીરી છોકરીઓનાં નિવેદન પર CM ખટ્ટર ફસાયા વિવાદમાં, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કાશ્મીરી છોકરીઓ અંગેનાં તેમના નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાયા છે. કોંગ્રેસે તેના પર હવે સવાલો ઉભા કર્યા છે, ત્યારે ભાજપનાં નેતા અને મુખ્યમંત્રીએ તેમના નિવેદનની સ્પષ્ટતા કરતાં એક નવો વીડિયો બહાર પાડ્યો હતો અને બતાવવાની પ્રયત્ન કર્યો હતો કે તેમના શબ્દો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેમની નજરમાં દેશનાં તમામ ભાગોની દીકરીઓ પ્રત્યે સંપૂર્ણ માન છે.

કાશ્મીરી યુવતીઓ પર ખટ્ટરનાં જે નિવેદનને લઇને વિવાદ સર્જાયો, જે તેમણે એક કાર્યક્રમમાં આપ્યું હતુ જેમાં તે ‘બેટી બચાવો-બેટી પઢાવો’ કાર્યક્રમની સફળતા વિશે વાત કરી રહ્યા હતા. તે હરિયાણામાં લિંગ રેશિયો વિશે વાત કરી રહ્યા હતા, જ્યારે તેમણે સમજાવ્યું કે, તેમના કાર્યકાળમાં કેવી રીતે ઝડપથી સુધાર થયો છે અને આજે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા 933 છે જે અગાઉ 850 હતી. આ કાર્યક્રમમાં તેઓ કહે છે કે, ‘અમારા મંત્રી ઓ.પી.ધનખડ કહે છે કે જો હરિયાણામાં લગ્ન માટે ઓછી છોકરીઓ હોય, તો અમે તેને બિહારથી લઈ જઈશું. હવે કેટલાક લોકો કહી રહ્યા છે કે કાશ્મીરનો રસ્તો પણ ખુલી ગયો છે, તે ત્યાંથી લાવશે.’

તેમનો ઈશારો દેખીતી રીતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણની કલમ 370 ને અપ્રભાવી બનાવવાના કેન્દ્ર સરકારનાં નિર્ણય વિશે હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ કાશ્મીરની મહિલાઓ અને યુવતીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. આ વીડિયોમાં આવા લોકોની ટીકા કરવાને બદલે મુખ્યમંત્રી વધુ કહેતા સાંભળવામાં મળે છે કે, ‘મજાકની વાત અલગ છે, પરંતુ આપણે સમજવું પડશે કે જો લિંગ રેશિયો યોગ્ય રહેશે તો સમાજનું સંતુલન જળવાઈ રહેશે.’

ખટ્ટરનું આ નિવેદન બહાર આવ્યા બાદ કોંગ્રેસે તેમની સામે મોરચો ખોલ્યો છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને તેમની ટીકા કરી હતી. એક સમાચાર અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ આ અંગે આરએસએસ પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તે બતાવે છે કે સંઘની વર્ષોની તાલીમ શું શીખવે છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘મહિલાઓ કોઈ સંપત્તિ નથી, જેના પર પુરૂષો પોતાની માલિકીનો હક જમાવે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.