Not Set/ બિન સચિવાલયની પરીક્ષા/ કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે, કોંગ્રેસ દ્વારા ગેરરીતી આચરતા બે કેન્દ્રના CCTV ફૂટેજ જાહેર  

હજુ LRD પરીક્ષાના પેપરલીક કૌભાંડના ડાઘ બુઝાયા નથી ત્યાં જ વળી નવું કૌભાંડ આવ્યું છે. 17 નવેમ્બર 2019ના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચાલુ પેપરે મોબાઈલ દ્વારા ફોટો પાડી મોકલાવ્યાના CCTV સુરેન્દ્રનગરના એક સેન્ટરમાંથી બહાર આવ્યા છે. આ કૌભાંડનો પર્દાફાશ ગુજરાત કોંગ્રેસની યુવા ટીમે કર્યું છે. આજ રોજ ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ફરીયાદ ઉઠ્ઠી […]

Top Stories Ahmedabad Gujarat
pariksha બિન સચિવાલયની પરીક્ષા/ કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે, કોંગ્રેસ દ્વારા ગેરરીતી આચરતા બે કેન્દ્રના CCTV ફૂટેજ જાહેર  

હજુ LRD પરીક્ષાના પેપરલીક કૌભાંડના ડાઘ બુઝાયા નથી ત્યાં જ વળી નવું કૌભાંડ આવ્યું છે. 17 નવેમ્બર 2019ના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચાલુ પેપરે મોબાઈલ દ્વારા ફોટો પાડી મોકલાવ્યાના CCTV સુરેન્દ્રનગરના એક સેન્ટરમાંથી બહાર આવ્યા છે. આ કૌભાંડનો પર્દાફાશ ગુજરાત કોંગ્રેસની યુવા ટીમે કર્યું છે.

આજ રોજ ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ફરીયાદ ઉઠ્ઠી છે. કોંગ્રેસ દ્વારા પ્રેસકોન્ફરન્સ કરીને બિનસચિવાલની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેના સીસીટીવી ફૂટેજ બહાર પાડવમ આવ્યા છે. ત્યારે આ સીસીટીવી જે સ્કુલના છે ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી,…મંતવ્ય ન્યૂઝરની ટીમ સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી એસ.એન. વિદ્યાલય અને સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. જ્યાં એસ.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલએ એક ઉમેદવાર દ્વારા પરીક્ષામાં ગેરરીતિ  કરવામાં આવતી હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પ્રિન્સિપાલ અજીકુમારએ પરીક્ષા કેન્દ્રમાં કોઈ જ ગેરરીતિ ન થઇ હોવાની સ્પષ્ટતા કરી હતી.

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા બે સીસીટીવી ફૂટેજ સુરેન્દ્રનગરની સી.યુ શાહ ઈંગ્લીશ કોલેજ અને એસ.એન. વિધાલયના છે. જેમાં વિધાર્થી ચાલુ પરીક્ષાએ બહાર જઈને આવીને ત્યાર બાદ કાપલીમાંથી પેપરમાં લખે છે. જ્યારે બીજા વિડીયોમા વિધાર્થી મોબાઈલમાંથી જવાબ લખતો જોવા મળતો હતો. તેમજ કોંગ્રેસનો આક્ષેપ છે કે પરીક્ષા સમયે ઇન્ટરનેટ પણ ચાલુ રાખવામા આવ્યો હતો.

જેમા કોંગ્રેસે સરકારની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કોંગ્રેસે આ મુદ્દે કોંગ્રેસે ન્યાયિક તપાસની માગ સાથે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

 બિન સચિવાલયની પરીક્ષા મામલે વિવાદ વકર્યો છે,  ત્યારે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓએ વિરોધ નોંધાવતા પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે. સાથે જ પરીક્ષાર્થીઓ ન્યાય મેળવવા બહાર આવે તેવી અપીલ પણ કરી હતી..

કોંગ્રેસે આ સાથે ભાજપ સરકારને આડેહાથ લીધી છે.  કોંગ્રેસના યુવા નેતાઓએ કહ્યું પરીક્ષાઓનું કૌભાંડ કરોડોનાં વ્યાપમ કૌભાંડ કરતાં પણ મોટું છે. રાજ્યસરકારે લીધેલી છેલ્લી 11 પરીક્ષાઓમાં આવી ગેરરિતીઓ થઈ છે. માત્ર આજ પરીક્ષા નહીં અન્ય પરીક્ષાઓમાં પણ ગેરરીતિ થઈ છે તેના પુરાવા હજુ રજુ કરી શકીએ તેમ છીએ.

આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બિનસચિવાલય પરીક્ષાના ગેરરીતી થઈ છે. અમે અનેક વાર સરકારને બિનસચિવાલય પરીક્ષાના ગેરરીતી થઈ હોવાની ફરિયાદ કરી હતી. જો કે આ બાબતના પુરાવારૂપે રાજયના અનેક સેન્ટરો પર કેવી રીતે ચોરી કરવામા આવી હતી તેના સીસીટીવી ફૂટે જાહેર કર્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે વિધાર્થીઓ નિરીક્ષકની સામે જ ચોરી કરી રહ્યા છે. તેમજ આ ,ઉદ્દે ન્યાયિક તપાસની માંગ માટે ચીમકી પણ ઉચ્ચારી છે.

બિન સચિવાલયની પરીક્ષા મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી ગઈ છે અને શાશક ભાજપ પર આક્રમક સવાલોની વણઝાર શરૂ કરતા કોંગ્રેસે પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાના સીસીટીવી જાહેર કર્યા છે

હાલ તો આ સીસીટીવી સામે આવ્યા બાદથી હોબાળો મચી ગયો છે. તો આ મુદ્દે જો સરકાર કોઈ ગંભીર પગલા નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોંગ્રેસે આપી દીધી છે.

મંતવ્ય ન્યુઝ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન, અસિત વોરાનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ એ પણ આ મુદ્દે મૌન સેવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.