Rajkot Fire Tragedy/ રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસનાં ધરણા

લોકસભા ચૂંટણીના પરિણામ પછી ફોર્મમાં આવી ગયેલી કોંગ્રેસ રાજકોટ અગ્નિકાંડને લઈને ધરણા કરશે. કોંગ્રેસ રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડને લઈને રાજકોટમાં ધરણા કરશે. કોંગ્રેસ રાજકોટમાં અગ્નિકાંડના પીડિતોને ધ્યાનમાં રાખીને ધરણા કરશે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 06 07T101157.055 રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસનાં ધરણા

Rajkot News: લોકસભા ચૂંટણીના પરિણામ પછી ફોર્મમાં આવી ગયેલી કોંગ્રેસ રાજકોટ અગ્નિકાંડને (Rajkot Fire Tragedy) લઈને ધરણા કરશે. કોંગ્રેસ (Congress) રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડને લઈને રાજકોટમાં ધરણા કરશે. કોંગ્રેસ રાજકોટમાં અગ્નિકાંડના પીડિતોને ધ્યાનમાં રાખીને ધરણા કરશે.

કોંગ્રેસના નેતાઓ ત્રણ દિવસના ધરણા કરશે. રાજકોટના ત્રિકોણ બાગ વિસ્તારમાં ધરણા કરવામાં આવશે. આમ રાજકોટ અગ્નિકાંડના પગલે કોંગ્રેસ પહેલી જ વખત આક્રમક મુદ્રામાં દેખાઈ છે. લોકસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસમાં નવો જોશ ભર્યો છે. તેના લીધે રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડને લઈને એકદમ સુસ્ત દેખાતી કોંગ્રેસમાં પણ હવે જાણે નવો પ્રાણ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 25મી મેના રોજ સર્જાયેલા રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગેમિંગ ઝોન પહેલા માળે હતો ત્યારે ભોંયતળિયે ચાલતા વેલ્ડિંગ વર્કના તણખા ઉડતા ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી અને કેટલાય લોકોને બહાર કાઢવામાં આવ્યા હોવા છતાં 27 જણા ભૂંજાઈ ગયા હતા. તેમા ગેમિંગ ઝોનના માલિક પ્રકાશ જૈનનો પણ સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ