Not Set/ વડોદરામાંથી પણ ઝડપાયું બોગસ માર્કશીટ કૌભાંડ, 85 હજારમાં વેંચાતી હતી

વડોદરામાં બોગસ માર્કશીટનું કૌભાંડ SOGએ ઝડપી પાડી વિશાલ પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. રાવપુરા રોડ આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં ના બીજા માળે આવેલા કોમ્પ્યુટર ક્લાસની આડમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું. મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની રૂપિયા 85 હજાર રૂપિયામાં ધોરણ 12ની નકલી માર્કશીટ વેંચાતી હતી. જેની જાણ થતા એસઓજીએ 10 નકલી માર્કશીટ સહિત અન્ય સામગ્રી […]

Top Stories Gujarat Vadodara
vdr1 વડોદરામાંથી પણ ઝડપાયું બોગસ માર્કશીટ કૌભાંડ, 85 હજારમાં વેંચાતી હતી

વડોદરામાં બોગસ માર્કશીટનું કૌભાંડ SOGએ ઝડપી પાડી વિશાલ પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. રાવપુરા રોડ આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં ના બીજા માળે આવેલા કોમ્પ્યુટર ક્લાસની આડમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું. મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની રૂપિયા 85 હજાર રૂપિયામાં ધોરણ 12ની નકલી માર્કશીટ વેંચાતી હતી. જેની જાણ થતા એસઓજીએ 10 નકલી માર્કશીટ સહિત અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

પરીક્ષા વિના જ સીધી માર્કશીટ આપાતી
બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો અને વિશાલ પટેલ કોમ્પ્યુટર ક્લાસના ઓથા હેઠળ બોગસ માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવીને વેચતો હોવાનું ખુલ્યું હતું. જેની ઓફિસમાંથી મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની બોગસ 10 માર્કશીટ અને 10 સર્ટીફિકેટ મળ્યા હતા. પોલીસે પૂછપરછમાં વિશાલ પટેલ 85 હજારમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપ્યા વિના જ બોગસ માર્કશીટ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે બોગસ માર્કશીટ અને સર્ટીફિકેટ સાથે કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને સ્કેનર સહિત 51,220 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો અને વિશાલ પટેલની ધરપકડ કરી હતી.
પોલાસની વિવિધ પાસાઓને લઇને તપાસ
પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરીને કેટલા વિદ્યાર્થીઓને કેવી રીતે અને કેટલા પૈસા પડાવી માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે, તેની તપાસ હાથ ધરી છે. અને મહારાષ્ટ્ર તરફ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅને યુટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્યન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.