Gujarat/ ધ્રાંગધ્રામાં સદસ્ય સહિત 6 કોંગી આગેવાનોનાં રાજીનામાં બાદ શહેરમાં કોંગ્રેસ કડડભૂસ

રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય અને જીલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારી સાથે વષોઁ જુની રાજકીય પાટીઁ દ્વારા પોત-પોતાનો રાજકીય દાવ પેચ શરુ કરી દેવાયો છે…..

Gujarat Others
Untitled 39 ધ્રાંગધ્રામાં સદસ્ય સહિત 6 કોંગી આગેવાનોનાં રાજીનામાં બાદ શહેરમાં કોંગ્રેસ કડડભૂસ

@દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય અને જીલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારી સાથે વષોઁ જુની રાજકીય પાટીઁ દ્વારા પોત-પોતાનો રાજકીય દાવ પેચ શરુ કરી દેવાયો છે.

ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તોડ-જોડની નિતી શરુ કરાઇ છે. જેમા વાત કરીએ સુરેન્દ્રનગર જીલ્લાની તો અહીનું રાજકારણ ખૂબ જ સંવેદનશીલ રહ્યુ છે. હાલમાં જ ધ્રાંગધ્રા શહેર કોગ્રેસનાં યુવા  નેતા સહિત કુલ છ જેટલા આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હવે કોંગ્રેસની પરીસ્થિતી બાવાનાં બેય બગડયા જેવી થઈ છે. ગત રવિવારનાં રોજ ધ્રાંગધ્રા કોંગી સુધરાઇ સભ્ય કુલદીપસિંહ ઝાલા, ગુલશનબેન લોલાડીયા, દિનેશભાઇ મકવાણા તથા ગજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પોતાના સભ્ય પદ સહિત કોગ્રેસનાં તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધુ હતુ. આ સાથે માઇનોરીટી સેલનાં ઉપ પ્રમુખ મોહમ્મદ લોલાડીયા તથા જીલ્લાનાં પૂર્વ મહામંત્રી ઉદય ભટ્ટે પણ રાજીનામું આપ્યુ હતુ.

જો કે ધ્રાંગધ્રા કોંગ્રેસમાંથી મુખ્ય સ્વ.પરાક્રમસિંહ ઝાલાનાં દિકરા કુલદિપસિહ ઝાલાનું રાજીનામું પડતાની સાથે જ કોંગ્રેસ પાણીમાં બેસી ગઇ હતી અને નવનિયુક્ત પ્રમુખ નિર્મળ શાહ પર ધ્રાંગધ્રા કોંગ્રેસનાં કાર્યકાળ દરમિયાન સૌથી ખરાબ પ્રમુખપદની કાળી ટીલી લાગી છે. આ રાજકીય ઊથલપાથલ બાદ ગત મંગળવારના રોજ “મંતવ્ય” ચેનલ દ્વારા ચુંટણી સંદભેઁ રાજકીય પક્ષની ડિબેટ હાથ ધરાઇ હતી જેમા કોગ્રેસના એક પણ કાયઁકરની હાજરી જોવા ન મળતા શહેર કોગ્રેસ પક્ષનુ અસ્તિત્વ જોખમમાં હોવાનુ  જોવા મળ્યું હતુ. આગામી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ધ્રાગધ્રા શહેરમા કોગ્રેસ પક્ષના પ્રમુખને બદલવાની વાત ખુદ જીલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડ દ્વારા કરાઇ છે પરંતુ ચુંટણી હવે નજીક છે અને કહેવત છે કે “જશના હકદાર સૌ કોઇ બને, પરંતુ અપજશના હકદાર કોઇ નહિ” તેવી જ સ્થિતી હાલ ધ્રાગધ્રા શહેર કોગ્રેસમા ઉદભવી છે.

કારણ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ખુબ જ નજીક છે જેથી શહેરના માળખાને ટુંકા સમયગાળામાં મજબુત બનાવવું ખુબ જ કઠીન છે તેવામાં એક સમયે ધ્રાગધ્રા કોંગ્રેસની પછડાટ બાદ તેને ફરી ઉભી કરનાર પાયાના કાયઁકરો મનીષ શાહ,કૌશિકભાઇ પટેલ, હમીરસિંહ પરમાર,  સહિત રાજકીય તજજ્ઞોની ટીમ નિષ્કીય છે અને હાલ શહેર કોગ્રેસના જે ગણ્યા-ગાંઠ્યા હોદ્દેદારો અને આગેવાનો છે તેઓને પ્રદેશ પ્રમુખ કરતા પણ વધુ પાવર છે. જેને લઇને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા તો લગભગ કોંગ્રેસનો વિજય અસંભવ માનવામાં આવે જ છે સાથે સત્તાવિહીન હોવા છતા પણ ધ્રાગધ્રા કોંગ્રેસમાંથી ચુંટણી પહેલા હજુ વધુ કેટલાક રાજીનામા પડવાની ચચાઁ ચાલી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો