Political/ નિર્મલા સીતારમણની મુંબઈ મુલાકાત દરમિયાન કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ બતાવ્યા કાળા ઝંડા

કેન્દ્રીય નાણાંકીય પ્રધાન નિર્મલા સીતારમણ આજે મુંબઈની મુલાકાતે આવ્યા. મુંબઈ કોંગ્રેસનાં કાર્યકરોએ કેન્દ્રીય બજેટ 2021-22 અને ક્રૂડનાં ભાવ વધારા સામે વિરોધ દર્શાવતા કાળા ઝંડા બતાવ્યા હતા.

India
PICTURE 4 87 નિર્મલા સીતારમણની મુંબઈ મુલાકાત દરમિયાન કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ બતાવ્યા કાળા ઝંડા

કેન્દ્રીય નાણાંકીય પ્રધાન નિર્મલા સીતારમણ આજે મુંબઈની મુલાકાતે આવ્યા. મુંબઈ કોંગ્રેસનાં કાર્યકરોએ કેન્દ્રીય બજેટ 2021-22 અને ક્રૂડનાં ભાવ વધારા સામે વિરોધ દર્શાવતા કાળા ઝંડા બતાવ્યા હતા. જો કે પોલીસે પ્રદર્શનકારીઓને તે સ્થળે જવા નહોતા દીધા જ્યા કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણને જવાનું હતુ.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અંગે ચર્ચા કરવા કેન્દ્રીય પ્રધાન દાદર વિસ્તારમાં યોગી સભા ગૃહ પહોંચી ત્યારે જ કોંગ્રેસનાં લગભગ 400 થી 500 કાર્યકરોએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસનાં કાર્યકરોએ તેમના પક્ષનાં નેતા રાહુલ ગાંધીનાં વખાણ કરતા પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓ વહેલી તકે દાદર રેલ્વે સ્ટેશનની બહાર એકઠા થવા લાગ્યા હતા. તેમણે કેન્દ્રિય બજેટ અને પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ સિલિન્ડરો જેવી આવશ્યક ચીજોની સાથે રેલ ભાડામાં વધારા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. નાયબ પોલીસ કમિશનર (ઝોન-4) વિજય પાટીલે કહ્યું કે, પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યુ હતુ. કોઈ અનિચ્છનીય ઘટનાની જાણકારી સામે આવી નહોતી. કોઈને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી અને એફઆઈઆર પણ નોંધાઈ નથી.

મુંબઇ મહિલા કોંગ્રેસનાં મહામંત્રી સના કુરેશીએ દાવો કર્યો હતો કે, કોવિડ-19 રોગચાળાને કારણે સામાન્ય લોકો અને ગરીબ લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘હવે જરૂરી ચીજવસ્તુઓનાં વધતા ભાવો સામાન્ય માણસની કમર તોડી નાખશે. બજેટમાં સામાન્ય માણસને કોઈ રાહત મળી નથી.” તેથી કોંગ્રેસનાં કાર્યકરોએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની વધતી કિંમતો વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શન કર્યું હતુ. પાર્ટીનાં અન્ય એક અધિકારીએ કહ્યું કે, તેઓ કેન્દ્રીય બજેટથી ખુશ નથી, તેથી તેમણે કેન્દ્રીય નાણાં પ્રધાનને કાળા ઝંડા બતાવ્યા હતા.

Political / લતા, સચિનની પ્રતિષ્ઠાને સરકારે દાવ પર ન લગાવી જોઇએ: રાજ ઠાકરે

Politics / દેશને બદનામ કરનાર હિન્દુસ્તાની ચા પણ નથી છોડતા : PM મોદી

કૃષિ આંદોલન / રિહાના, ગ્રેટા અને ખલીફા બાદ વધુ એક વિદેશી સ્ટારે ખેડૂત આંદોલનને ટેકો આપતા કર્યુ ટ્વીટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ