Not Set/ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવવાની અટકળો તેજ, કોંગ્રેસે કર્યું પુતળા દહન

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી પણ આલ્પેશ ઠાકોરે રાજીનામુ આપ્યું હતું. તો આલ્પેશ ઠાકોરની સાથે જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ […]

Top Stories Gujarat Others Politics
putada dahan1 અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવવાની અટકળો તેજ, કોંગ્રેસે કર્યું પુતળા દહન

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી પણ આલ્પેશ ઠાકોરે રાજીનામુ આપ્યું હતું. તો આલ્પેશ ઠાકોરની સાથે જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. જે બાદ આલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ તેવી અટકળોએ વેગ પકડ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ બાદ રાજીનામું સોંપી ચૂકેલા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાધનપુર, સાંતલપુર અને સમીનાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઇને વિરોધ પ્રદર્શન કર્યો હતો.  કાર્યકર્તાઓનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરે રાધનપુર વિધાનસભાનાં મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે. અલ્પેશ વિરોધી બેનરો સાથે તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. માાત્ર એટલું જ નહીં આક્રમક બનેલા કાર્યકર્તાઓએ અલ્પેશનાં પૂતળાનું દહન પણ કર્યું હતું.  ભીડે જ્યારે આકરું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે અંતે પોલીસને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી. જેના ભાગરૂપે પોલીસે કોંગ્રેસનાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વિરોધની સમગ્ર ઘટનાથી રાજકીય ગરમાવો જોવામા આવી રહ્યો છે.

putada dahan અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવવાની અટકળો તેજ, કોંગ્રેસે કર્યું પુતળા દહન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.