Not Set/ કોંગ્રેસના પી.કે. અને મમતા દીદી સાથેનાં સંબંધોમાં તીરાડ!!!

પ્રશાંત કિશોર ટીએમસી સાથે લગભગ જોડાઈ ગયા જેવી અને મમતા દીદીએ ભાજપ સામે લડવા કોંગ્રેસીઓને ટીએમસીમાં જોડવાનો ખેલ શરૂ કર્યો

India
પ્રશાંત કિશોર કોંગ્રેસના પી.કે. અને મમતા દીદી સાથેનાં સંબંધોમાં તીરાડ!!!

જાણીતા રણનીતિકાર જે એક તબક્કે એવું લાગતું હતું કે, કોંગ્રેસમાં જોડાઈને મહાસચિવ તરીકે ચૂંટણી મેનેજમેન્ટનો મહત્વનો હોદ્દો સંભાળશે. કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રીયંકા ગાંધી સાથેની બેઠક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સાથેની બેઠક બાદ એવું સ્પષ્ટ ચીત્ર ઉપસતું હતું કે કમસે કમ પ્રશાંત કિશોર ગુજરાતની ચૂંટણી પૂરતી તો ગુજરાતની જવાબદારી સંભાળશે જ વિદાય લેતા પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પણ એવું સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે, ભાજપનો પ્રત્યેક કાર્યકર પ્રશાંત કિશોર જેવો જ છે અને એટલી જ ક્ષમતા ધરાવે છે. એક તરફથી પશ્ર્ચિમ બંગાળની ચૂંટણી બાદ ત્યાંનાં મુખ્યમંત્રી અને ટીએમસી એટલે કે તૃણમુલ કોંગ્રેસનાં સુપ્રિમો મમતા બેનરજી પણ કોંગ્રેસની ગાંધી ત્રિપુટીને મળ્યા અને વિપક્ષી એક્તામાં હિસ્સેદાર બનવાની વાતો કરી ગયા. આમ કોંગ્રેસને બે જબરદસ્ત કહી શકાય તેવા ચૂંટણી નિષ્ણાંતોનો ટેકો મળે અને રાજકીય વિશ્ર્લેષકોનાં મતે મરણ પથારી પર પડેલી મનાતી કોંગ્રેસ ફરી બેઠી થાય તેવી શ્રધ્ધા જાગી હતી. આશા ઉભી થઈ હતી.

jio next 5 કોંગ્રેસના પી.કે. અને મમતા દીદી સાથેનાં સંબંધોમાં તીરાડ!!!

પરંતુ છેલ્લા એક માસમાં ચીત્ર એવું ઉભું થયું કે પ્રશાંત કિશોર અને મમતા દીદી એ બંન્ને કોંગ્રેસથી અંતર બનાવી રહ્યા હોવાનું ચીત્ર ઉભું થવા પામ્યું છે. પહેલા પ્રશાંત કિશોરની વાત કરીએ તો તેઓ પહેલા કોંગ્રેસ વગર વિપક્ષી એક્તા શક્ય નથી તેવી વાત કરી. તો બીજી બાજું શરદ પવાર સાથે ગુફતેગો કરી. આ બધા વચ્ચે જયારે પશ્ર્ચિમ બંગાળના ભવાનીપુર મત વિસ્તારની પેટા ચૂંટણી જાહેર થઈ તે અરસામાં તેઓ ભવાનીપુર મત વિસ્તારનાં મતદાર પણ બની ગયા. પહેલા ચૂંટણી રણનીતિની કામગીરી છોડવાની જાહેરાત કરનાર પ્રશાંત કિશોરે નવો દાવ ખેલી પોતાની કંપનીનો ટીએમસી સાથેનો કોન્ટ્રાક્ટ પણ લંબાવ્યો.

phone 19 કોંગ્રેસના પી.કે. અને મમતા દીદી સાથેનાં સંબંધોમાં તીરાડ!!!
આના કારણે એવી અટકળો પણ શ‚ થઈ કે પી.કે.પોતાની બીજી રાજકીય ઈનીંગ્ઝ રાજ્યસભાના સભ્ય બની ટીએમસી સાથે જ શ‚ કરવા માગે છે. આ ઉપરાંત તેમણે ટીએમસી વતી ત્રિપુરા અને ગોવાની મુલાકાત લઈને એક વાત પણ સાબિત કરી દીધી કે તેઓ ટીએમસી માટે જ કામ કરવા માગે છે. કોંગ્રેસ તેમના માટે બીજો વિકલ્પ છે. ત્રિપુરા અને ગોવામાં વગદાર કોંગ્રેસી નેતાઓને ટીએમસીને ખેંચવામાં મમતા બેનરજીનાં ભત્રીજા સાંસદ સભ્ય અભિષેક બેનરજીની ભૂમિકા તો છે જ પરંતુ તેની સાથે સૌથી વધુ અસરકારક ભૂમિકા તો પ્રશાંત કિશોરની છે.

pk કોંગ્રેસના પી.કે. અને મમતા દીદી સાથેનાં સંબંધોમાં તીરાડ!!!
તાજેતરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને યુપીનાં લખીમપુર ખેરીના સાંસદ અજય મીશ્રા અને યુપીનાં નાયબ મુખ્યમંત્રી કે.પી.મૌર્યનાં કાફલાની કાર હેઠળ ખેડૂતોને કચડી નાખવાનો બનાવ બન્યો તેવે સમયે ત્યાં રાજકીય હોબાળો મચાવવામાં કોંગ્રેસ મોખરે હતી. કોંગ્રેસનાં મહાસચિવ અને યુપીનાં પ્રભારી અને યુપીમાંજ ધામા નાખી રહેલા પ્રીયંકા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીડિતાનાં પરિવારને મળનારા સૌ પ્રથમ રાજકારણી હતા. આ બાબતમાં પણ પ્રશાંત કિશોરે ટીકા કરી કે માત્ર લખીમપુર ખેરીનાં બનાવનો રાજકીય ફાયદો ઉઠાવીને કોંગ્રેસ બેઠી થઈ શકવાની નથી અથવા તો બીજા અર્થમાં કહો તો તેના કારણે કોંગ્રેસને કોઈ બીજો મોટો રાજકીય ફાયદો થવાની શક્યતા પણ ઓછી જ છે. પ્રશાંત કિશોરની આ ટીકા બાદ હવે રાજકીય વિશ્ર્લેષકો એવું ગણિત ગણી રહ્યાં છે-એવી અટકળ-અનુમાન અને તારણ કાઢી રહ્યા છે કે પ્રશાંત કિશોરે હવે કોંગ્રેસથી દૂર રહેવાનું અંતર બનાવી લીધું છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘને મુખ્યમંત્રી પદની ખૂરશી પર બેસાડવામાં અને ત્યારબાદ હમણાં તેમની ખૂરશી ખેંચી લેવામાં જેની ભૂમિકા હતી તે પ્રશાંત કિશોર હવે કોંગ્રેસથી અંતર બનાવી રહ્યા છે. ટૂંકમાં બીજો કોઈ ચમત્કાર ન સર્જાય તો પી.કે. કોંગ્રેસની છાવણીમાં પરત આવે તેવી શક્યતા હાલનાં તબક્કે તો દેખાતી નથી.

pk 1 કોંગ્રેસના પી.કે. અને મમતા દીદી સાથેનાં સંબંધોમાં તીરાડ!!!
જ્યારે બીજી બાજુ પરિસ્થિતિ એ છે કે મમતા બેનરજી પણ હવે પોતાનું રાજકારણ પોતાની રીતે ખેલવા લાગ્યા છે. પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીમાં એકલા હાથે ભાજપને લડત આપીને વિજેતા બનનાર આ નેતાએ ભાજપને પછાડવાનાં બહાને કોંગ્રેસના કાંગરા ખેરવવાનો ખેલ શ‚ કર્યો છે. પહેલા આસામના આગેવાન અને મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સુસ્મિતા દેવને કોંગ્રેસ છોડી ટીએમસીમાં સામેલ કરી આસામમાં પક્ષના સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારી સોંપી છે. જ્યારે ત્રિપુરામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિત ત્રણ મોટા માથાને ટીએમસીનાં સભ્ય બનાવી ત્રિપુરામાં ભાજપ અને ડાબેરીઓ પછી ત્રીજા સ્થાને પહોંચી ગયેલ કોંગ્રેસને વધુ એક ફટકો માર્યો છે.

prashant 2 કોંગ્રેસના પી.કે. અને મમતા દીદી સાથેનાં સંબંધોમાં તીરાડ!!!
જ્યારે ગોવામાં પ્રશાંત કિશોરની મદદ સાથે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને ગોવાનાં એક વર્ગમાં અસરકારક વર્ચસ્વ ધરાવનાર એડવર્ડ ફલેરીયોનો ટીએમસીમાં ખેચી ગોવામાં કોંગ્રેસને મરણ તોલ કહી શકાય તેવો ફટકો માર્યો છે. અધુરામાં પુરૂ હોય તેમ ગોવામાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી દીધી છે. જ્યારે ઈશાન ભારતના સરહદી રાજય મેઘાલયમાં પણ એગમા અટકવાળા ચાર જેટલા ધારાસભ્યો કોંગ્રેસ સાથે હતા તેને ટીએમસીમાં સામેલ કરી મમતા બેનરજીએ વધુ એક ફટકો માર્યો છે. આ બધા સંજોગો વચ્ચે ટીએમસીના મુખપત્ર ગણાતા સાપ્તાહિકમાં છેલ્લા બે અંકમાં એક વાત સાફ શબ્દોમાં લખવામાં આવી છે-કહેવામાં આવી છે કે, ભાજપ સામે લડત આપી શકે તેવી ટીએમસી એટલે કે તૃણમુલ કોંગ્રેસજ સાચી કોંગ્રેસ છે. ટૂંકમાં ૧૪૫ વર્ષ જૂની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરતાં ૧૯૯૮ બાદ સ્થપાયેલી અને ૨૦૦૯માં કોંગ્રેસની સાથીદાર એવી ટીએમસી સાચી કોંગ્રેસ છે.

mamata કોંગ્રેસના પી.કે. અને મમતા દીદી સાથેનાં સંબંધોમાં તીરાડ!!!

ટૂંકમાં ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપના ખાનખાનાઓ સામે મજબૂત લડત આપીને પોતાની સ્થિતિ મજબૂત બનાવનાર ટીએમસી હવે કોંગ્રેસ સાથે સંકલનની પોતાની જૂની વાત ભૂલીને અમારી કોંગ્રેસ જ સાચી તેવી નવી વાત શ‚ કરી છે. હવે ટીએમસી કોંગ્રેસનાં થોડા ઘણા પણ વર્ચસ્વ વાળા રાજ્યોમાં કોંગ્રેસ અને કોંગ્રેસીઓનાં ભોગે ઘૂંસ મારે તો કોઈને પણ આશ્ર્ચર્ય નહિ થાય.

વિશેષમાં કહીએ તો થોડા સમય પહેલા કોંગ્રેસની એકદમ નજીક મનાતા બે મજબૂત ચહેરા હવે કોંગ્રેસથી દૂર ભાગી રહ્યા છે. આ બાબત શું સુચવે છે? હવે તો કોંગ્રેસને જો રાજકારણમાં ટકવું હશે તો કોંગ્રેસના આગેવાનોએ એક બની કોઈપણ ચૂંટણી એકલા હાથે લડવાનીજ તૈયારી રાખવી પડશે.

શાહરૂખનો રાજકુમાર જેલમાં પરેશાન / આર્યનના ગાળાની નીચે નથી ઉતરી રહી જેલની રોટલીઓ, શૌચક્રિયાઓ પણ બંધ

જામીન મંજૂર / આસામમાં તાલિબાનોને સમર્થન કરનારાઓને કોર્ટ આપ્યા જામીન,પુરાવાના અભાવના લીધે