કચ્છ/ નેશનલ હાઇવેનું નિર્માણ થતા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચે નું અંતર ૮૦ કિ.મી જેટલું ઘટી જશે : CM ભુપેન્દ્ર પટેલ

આ નેશનલ હાઇવેનું નિર્માણ હાથ ધરતા હવે ધોળાવીરા થી સફેદ રણ વચ્ચેનું અંતર ૮૦ કી.મી જેટલું ઘટી જશે. એટલું જ નહિ ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર અને ખાવડાને સીધી નેશનલ હાઈવેની રોડ કનેક્ટિવિટી મળતી થશે.

Gujarat Others
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધોળાવીરા ખાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કચ્છના ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અને ત્યાં બંતા નેશનલ હાઇવે ના કમકજનું નિરીક્ષણ કર્યું હતું. તો સાથે તેમણે કચ્છની સરહદની રખેવાળી કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ- ૫૬ બી.એ.પી, બી.એસ.એફ.ના જવાનો અને અધિકારીઓની પણ મુલાકાત કરી હતી.  મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ સીમા પારની ઘૂસણખોરી અટકાવવા તથા દેશની સુરક્ષા માટેની આ જવાનોની દેશ સેવા ભાવના અને કર્તવ્ય પરાયણતાની સરાહના કરી હતી.

Untitled 54 2 નેશનલ હાઇવેનું નિર્માણ થતા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચે નું અંતર ૮૦ કિ.મી જેટલું ઘટી જશે : CM ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોળાવીરાની મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવ પંકજ કુમાર અને માર્ગ મકાન સચિવ સંદિપ વસાવા સાથે ઘડુલી-સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કુલ ૨૬૪ કી.મી ની લંબાઈના આ નેશનલ હાઇવે નંબર ૭૫૪ k ની ચાર લિંક જેમાં ઘડુલી, ધોળાવીરા, કચ્છનું સફેદ રણ અને ખાવડા નો સમાવેશ થાય છે તે લિંકના ૩૨૦ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાઇ રહેલા માર્ગ નિર્માણ કામો નિહાળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકારે આ નેશનલ હાઇવેનું નિર્માણ હાથ ધરતા હવે ધોળાવીરા થી સફેદ રણ વચ્ચેનું અંતર ૮૦ કી.મી જેટલું ઘટી જશે. એટલું જ નહિ ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર અને ખાવડાને સીધી નેશનલ હાઈવેની રોડ કનેક્ટિવિટી મળતી થશે. ૧૦૦ જેટલી બોર્ડર આઉટ પોસ્ટને પણ આ કનેક્ટિવિટીનો વ્યૂહાત્મક લાભ મળશે. નેશનલ હાઇવે ડિવિઝનના પ્રોજેક્ટની મુલાકાત વેળાએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, એપીએમસી ભુજના ચેરમેન કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા તથા અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

National / ભાઈ રાહુલ ગાંધી માટે મારો જીવ પણ આપીશ : પ્રિયંકા વાડ્રા

Hijab Controversy / હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું

દેવી હરસિદ્ધિ / રાત્રે ઉજ્જૈનમાં અને દિવસે ગુજરાતના આ મંદિરમાં રહે છે આ દેવી, જાણો શું છે માન્યતા?