Election/ ચૂંટણીટાણે રાજકોટ ભાજપનાં નેતાનો વિવાદાસ્પદ ઓડિયો વાયરલ, આંતરિક જૂથવાદ સપાટીએ આવ્યો

રાજકોટ જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ હવે સપાટીએ આવ્યો છે. જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાનો કથિત ઓડિયો વાયરલ થયો છે.

Gujarat Rajkot
Mantavya 64 ચૂંટણીટાણે રાજકોટ ભાજપનાં નેતાનો વિવાદાસ્પદ ઓડિયો વાયરલ, આંતરિક જૂથવાદ સપાટીએ આવ્યો

રાજકોટ જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ હવે સપાટીએ આવ્યો છે. જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમા તે ભાજપનાં એક કાર્યકર્તા સાથે વાત કરતા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

Election / સ્થાનિક સ્વરાજની મતદાન પ્રક્રિયા પૂર્ણ, જાણો ક્યા, કેટલુ થયુ મતદાન?

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું. ત્યારે મતદાનનાં માહોલ વચ્ચે જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયા અને ધોરાજી ભાજપનાં પૂર્વ પ્રમુખ નિલેશની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થતા રાજકારણ ગરમાયું છે. જેમાં કથિત રીતે ડિ.કે. સખીયા બોલે છે કે, જિલ્લા ભાજપનાં મહામંત્રી નાગદાન ચાવડાનાં ભત્રીજાને પાડી દેવો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનાં જ નેતાઓને હરાવવાની વાત કરતી આ ઓડિયો ક્લીપ વાઇરલ થતા સમગ્ર જિલ્લામાં આ અંગે ચર્ચા થઈ રહી છે.

Election: ચૂંટણીસમયે ફરજના સ્થાને ધેરહાજર આ તાલુકાના 4 કર્મચારી વિરૂદ્ધ વોરંટ ઇશ્યૂ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે ચૂંટણીનો માહોલ હતો, 6 મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આજે ગુજરાતમાં રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી એટલે કે 11 કલાકનો મતદાનનો સમય હતો. રાજ્યની 8,200 થી વધુ બેઠકો પર 22,200 કરતા વધુ ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થઇ ચુક્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ