નિવેદન/ બિહારમાં ભાજપના ધારાસભ્ય હરિભૂષણનું વિવાદાસ્પદ નિવેદન

અફઘાનિસ્તાનમાં કેવા કાયદા બન્યા છે. જ્યાં ન તો મહિલાઓને અધિકાર છે, અને લોકોમાં અરાજકતા છે જેના લીધે દેશ છોડીને ભાગી રહ્યા  છે.

India
bjp123 બિહારમાં ભાજપના ધારાસભ્ય હરિભૂષણનું વિવાદાસ્પદ નિવેદન

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજો કરી લીધા છે ત્યારબાદ  બિહાર ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘જે લોકો ભારતમાં ડરે ​​છે, તેઓએ અફઘાનિસ્તાન ચાલ્યા જવું જોઇએ.ત્યાં પેટ્રોલ અને ડીઝલ પણ  સસ્તા છે. બચાઉલમાં તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી ભારત પ્રભાવિત નહીં થાય, પરંતુ જે લોકો ભારતમાં ભય અનુભવી રહ્યા છે, તેમણે અફઘાનિસ્તાન ચાલ્યા જવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે ત્યાં જઈને તેઓ ભારતની યોગ્યતાઓ વિશે જાણશે. અફઘાનિસ્તાનમાં કેવા કાયદા બન્યા છે. જ્યાં ન તો મહિલાઓને અધિકાર છે,  લોકોમાં અરાજકતા છે. લોકોને પોતાનું વતન છોડીને ભાગી રહ્યા  છે. લોકો વિમાનની પાંખો પર બેસીને ભાગતા હતા અને કેટલાક લોકો આ કારણે મૃત્યુ પામ્યા હતા. આ બધું ખૂબ જ દુ:ખદ છે.

તમામ ધર્મોના લોકોને ભારતમાં લાવવાના જનતા દળ યુનાઇટેડના નેતા ગુલામ રસૂલ બલિયાવીના નિવેદન પર ભાજપના ધારાસભ્યએ કહ્યું કે ધર્મના નામે દેશનું વિભાજન થયું હતુ આ લોકો ફરી ભાગલા પાડશે.જો ભારતના લોકો મેનેજ નહીં કરે તો ભારત પણ અફઘાનિસ્તાન અને તાલિબાન બનશે