Not Set/ ભાજપ MLA મધુ શ્રીવાસ્તવનું વિવાદીત નિવેદન, કહ્યુ- કામ નહી કરો તો…

વડોદરા જિલ્લાનાં વાઘોડિયાનાં ભાજપ નાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ફરી એક વખત વિવાદીત નિવેદન સામે આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી અધિકારીઓને ધમકી આપી છે.

Top Stories India
મધુ
  • ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન
  • વાઘોડિયાના ભાજપના MLAની અધિકારીઓને ચિમકી
  • અધિકારીઓ કામ ન કરે તો ચૌદમું રતન બતાવીશ : મધુ
  • જાહેર મંચ પરથી મધુ શ્રીવાસ્તવની અધિકારીઓને ધમકી
  • ગરીબ કલ્યાણ અન્ન યોજનાનાં કાર્યક્રમમાં બોલ્યા
  • પાદરા ખાતે નિઃશુલ્ક અન્ન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

વડોદરા જિલ્લાનાં વાઘોડિયાનાં ભાજપ નાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ફરી એક વખત વિવાદીત નિવેદન સામે આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી અધિકારીઓને ધમકી આપી છે. પાદરા ખાતે આયોજિત અન્નોત્સવનાં કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, અધિકારીઓ કામ ન કરે તો તેમને ચૌદમું રતન બતાવીશ. સાથે જ તેઓએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જંગી મતથી જીતાડવા લોકોને અપીલ કરી હતી.

મધુ

આ પણ વાંચો – ટોક્યો ઓલિમ્પિક્સ / આ 5 સુંદરીઓ પાસે Tokyo Olympic માં મેડલ જીતવાની રહેશે તક

આપને જણાવી દઇએ કે, હર હંમેશા પોતાના વિવાદિત નિવેદનથી ચર્ચામાં રહેતા વડોદરા જિલ્લાનાં વાઘોડિયાનાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે વધુ એક વિવાદિત નિવેદન આપી સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ છે. જણાવી દઇએ કે, આજે પાદરા ખાતે નિઃશુલ્ક અન્ન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમા હાજરી આપતા જાહેર મંચ પરથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચિમકી આપી છે. તેમણે કહ્યુ કે, જો અધિકારીઓ કામ ન કરે તો ચૌદમું રતન બતાવી દઇશ. ઉલ્લેખનીય છે કે, દબંગ તરીકેની ઓળખ ધરાવતા વાઘોડિયાનાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હમેશા વિવાદમાં રહેવા ટેવાયેલા છે. જાહેરમાં ગાળો બોલવી કે પછી પત્રકારોને ધમકી આપવી તેમના માટે સામાન્ય થઇ ચુક્યું છે. અગાઉ પણ તેમના તેમના આવા વ્યવહાર ને કારણે તેઓ મીડિયામાં ચમકી ચુક્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે… આવો સાંભળો શું બોલી રહ્યા છે મધુ શ્રીવાસ્તવ…?

આ પણ વાંચો – રાજકારણ / કોંગ્રેસ પાર્ટી લડી લેવાનાં મૂડમાં, રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિપક્ષનું સંસદ સુધી Cycle માર્ચ

જણાવી દઇએ કે, આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં મધુ શ્રીવાસ્તવે પોતાના મુખેથી ગંદા વાકબાણ છોડ્યા હતા. અને સંનિષ્ઠતાથી પોતાની ફરજ અદા કરી રહેલા પત્રકારોને ધમકી આપી હતી. મંતવ્ય ન્યૂઝનાં  વડોદરા ખાતેનાં પત્રકાર અમિત ઠાકોરને ધારાસભ્ય MLA શ્રીવાસ્તવે ‘કોઇને કહીને ઠોકાવી દઇશ’ એવી સ્પષ્ટ ભાષામાં ચિમકી ઉચ્ચારી હતી. જે બાદ વડોદરામાં પોલીસ કમિશ્નરને પત્રકારો મળ્યા હતા. આ સમગ્ર વિવાદ બાદ મધુ શ્રીવાસ્તવનાં દિકરા દીપક શ્રીવાસ્તવે માફી માંગી વાતને વળાંક આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ભાજપ

આ પણ વાંચો – અમદાવાદ /  આરટીઇ હેઠળ 40 ટકા અરજી પેન્ડીંગ, ડોક્યુમેન્ટ ચકાસણી કરી પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના

આ પહેલા પણ MLA શ્રીવાસ્તવ વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. “તને ઠોંકાવી નાખીશ” આ પ્રકારનાં શબ્દોનું ઉચ્ચારણ કરી ચુક્યા છે. જુઓ આ વીડિયોમાં મંતવ્ય ન્યૂઝનાં રિપોર્ટરને શું ધમકી આપી રહ્યા છે. ધ્યાનથી સાંભળો…