Controversial statement/ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, ‘હું બાંહેધરી આપુ છું કે હિન્દુ વિસ્તારમાં દવાખાનું નહી જવા દઉ’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન આરોપ-પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 242 કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, ‘હું બાંહેધરી આપુ છું કે હિન્દુ વિસ્તારમાં દવાખાનું નહી જવા દઉ’

controversial statement:   ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન આરોપ-પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે. જેમ-જેમ ચૂંટણી પ્રચાર અભિયાન આગળ વધતુ જાય છે, તેમ-તેમ ધર્મના આધારે રાજનીતિ થવા લાગી છે. અગાઉ કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરનો એક વીડિયો વાયરલ થયા બાદ આજે વધુ એક કોંગી ઉમેદવારનો વીડિયો સામે આવ્યો છે.ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે.ઇન્દ્રજીતસિંહ પરમારે કહ્યું કે હિન્દુ વિસ્તારમાં હું હોસ્પિટલ નહીં લઇ જવા દઉં.

ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી પ્રદિપસિંહ વાઘેલાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર ખેડા જિલ્લાની મહુધા બેઠક પરના સીટિંગ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઈન્દ્રજીતસિંહ ઉપસ્થિત લોકોને કહી રહ્યાં છે કે,“ઘણાં મુસ્લિમ બિરાદરો એવી અફવા ફેલાવે છે કે, આપણા ધારાસભ્ય આપણી સાથે નથી. મારા માટે તમે અલ્લાહ સમાન છો, મારા મા-બાપ છો. આ દવાખાનું ત્યાં જાય તો કંઈ કામનું નથી.તેઓ પ્રાઈવેટ દવાખાનામાં જ દવા કરાવતા હોય છે. ખાલી આ મુસ્લિમ સમાજ જ એવો છે, જે આરોગ્ય કેન્દ્રમાં જાય છે. હું ધારાસભ્ય બન્યો છું, તે આપ સૌના પ્રતાપે છે. મુસ્લિમ સમાજે મને પેટીઓ ભરીને મત આપ્યાં છે. હવે હું બાંહેધરી આપું છું કે, ત્યાં એ દવાખાનું નહીં થવા દઉ. “

Gujarat Election/ કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરના વિવાદિત આપેલા નિવેદન મામલે