Not Set/ વિવાદોમાં ગરીબો માટેનું આશ્રયસ્થાન, રૈન બસેરાના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ

લાલબાગ બ્રિજ નીચે રૈન બસેરા માટે 4 હોલ બનાવવામાં આવ્યા છે. જેની પાછળ 1 કરોડને 71 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે રૈન બસેરાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે.

Gujarat Vadodara
રેડીએશન 10 વિવાદોમાં ગરીબો માટેનું આશ્રયસ્થાન, રૈન બસેરાના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ

વડોદરામાં ફરી વખત તંત્રના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ કરાયો છે. ગરીબો માટેના રેન બસેરાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષે આક્ષેપ લગાવીને વીજીલન્સ તપાસની માંગ કરી છે.

  • લાલબાગ બ્રિજ નીચેનું રૈન બસેરા વિવાદમાં
  • વિપક્ષે કરી વિજિલન્સ તપાસની માગ

દીનદયાળ અંત્યોદય યોજના અને શહેરી આજીવિકા મિશન હેઠળ વડોદરા મહાનગર પાલિકા દ્વારા લાલબાગ બ્રિજ નીચે રૈન બસેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફોટા પડાવવા માટે હરખઘેલા નેતાઓએ તાજેતરમાં રૈન બસેરાનું લોકાર્પણ પણ કર્યું હતું. પરંતુ કેટલીક સુવિધાઓના અભાવને કારણે રૈન બસેરાને ફરી તાળાં મારી દેવાયા છે. જો કે પદાધિકારીઓ ટૂંક સમયમાં રૈન બસેરા ખૂલ્લું મુકવાનો દાવો કરી રહ્યા છે.

રેડીએશન 11 વિવાદોમાં ગરીબો માટેનું આશ્રયસ્થાન, રૈન બસેરાના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ

લાલબાગ બ્રિજ નીચે રૈન બસેરા માટે 4 હોલ બનાવવામાં આવ્યા છે. જેની પાછળ 1 કરોડને 71 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે રૈન બસેરાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષ નેતા અમી રાવતનું કહેવું છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં નાના નાના શેલ્ટર હોમ બનાવવાને બદલે એક સ્થળે આટલા મોટા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે.  જે વિચાર્ય વગરનું આયોજન છે. ઉપરાંત જે ખર્ચ થયો છે તેની પાછળ ભ્રષ્ટાચાર લાગી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે અહીં ચાર હોલ બનાવવામાં આવ્યા છે. જેમાં 120 લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા છે. પરંતુ અહીં પાણીની હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી. રસોઈ માટેના વાસણો નથી. પૂરતી સંખ્યામાં બેડ પણ નથી. તો ગટરનું જોડાણ પણ નથી થયું. ત્યારે સવાલ એ છે કે જો સુવિધાઓ અપૂરતી હોય તો પછી લોકાર્પણ કરવાની ઉતાવળ શા માટે કરવામાં આવી?

વાયરલેસ ચાર્જિંગ ટેકનીક / તમારો મોબાઈલ હવા દ્વારા થશે ચાર્જ,  રૂમમાં પડેલા લેપટોપની બેટરી પણ થઇ જશે ફૂલ

Technology / વોટ્સએપ પર મોટી વિડીયો ફાઇલ કેવી રીતે મોકલશો, જાણો તેની યુક્તિ

Technology / હ્યુન્ડાઇ લાવી રહી છે ડ્રાઇવર વગરની રોબોટેક્સી કાર, 360 ડિગ્રી કેમેરા અને 30 સેન્સર વાહનમાં આપવામાં આવશે

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ