Not Set/ વિવાદ નવજોત સિધ્ધુનો કેડો છોડતો નથી!!!

પંજાબ કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ તેમના સલાહકારોના પોસ્ટર અને કાશ્મીર અંગેના વિધાનોએ નવા વિવાદનું સર્જન કર્યુ

India Trending
નવજોત સિધ્ધુ

ક્રિકેટરમાંથી એન્કર કમ રાજકારણી બનેલા નવજોત સિધ્ધુ એ પહેલા ભાજપ વતી બેટિંગ કરી કોંગ્રેસ પર ખૂબ પ્રહારો કર્યા હતા. ભાજપ વતી તેઓ લોકસભામાં ચૂંટાયા હતા અને રાજ્ય સભામાં નીમણૂંક થઈ હતી પરંતુ કશુંક વાંકુ પડતા ૨૦૧૭માં યોજાયેલી પંજાબ વિધાન સભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા અને પંજાબમાં કેપ્ટન અમીરન્દર સિંઘની કેબિનેટમાં પ્રધાન પણ બન્યા પરંતુ તેમની અને કેપ્ટન વચ્ચે મતભેદ પડતા કેબીનેટ છોડવી પડી. તેઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશવાની હિલચાલો શરૂ કરતાં કોંગ્રેસ મોવડી મંડળે તેમને પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદનો કાંટાળો તાજ પહેરાવી દીધો. નવજોત સિધ્ધુ અત્યારે પંજાબમાં સારૂ ગૃપ અને જનાધાર ધરાવે છે તે વાત સાચી પરંતુ જે પક્ષમાં હોઈએ અને તેમાંય સંગઠનના વડા તરીકે તેમણે જે સમજણથી વર્તવું જોઈએ તે રીતે વર્તતા નથી તેના કારણે પંજાબમાં કોંગ્રેસની એક્તાની ગાડી પાટા પર ચડતી નથી અને કેપ્ટન અને ક્રિકેટરનો અહમ સદાય ટકરાતો રહે છે.

himmat thhakar 1 વિવાદ નવજોત સિધ્ધુનો કેડો છોડતો નથી!!!

પંજાબમાં વિધાન સભાની ચૂંટણી આડે માત્ર સાત-આઠ મહિના બાકી છે ત્યારે પંજાબ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળનાર સિધ્ધુએ નીમેલા સલાહકારોના કૃત્યો અને લખાણ કે ટ્વીટરમાંથી વિવાદ ઉભો થયો છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના સલાહકારો ડો.પ્યારેલાલ ગર્ગ અને માલવિંદરસિંઘ મોલીએ કાશ્મીર અને પાકિસ્તાન જેવા મુદ્દા અંગે વિવાદી વિધાનો કર્યા છે પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીના વિવાદી સ્ક્રેચ પોસ્ટર સામે તો વિવાદ ઉઠ્યો જ હતો જ્યારે જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ છે કે નહિ તે અંગે નવજોત સિધ્ધુ ના આ સલાહકારોએ જે શંકા ઉઠાવી તેના કારણે કેપ્ટન અમરીન્દરસિંઘે તો પૂરતા અભ્યાસ બાદ ટ્વીટ કે નિવેદન કરવાની સલાહ આ બન્નેને આપી છે. બીજી બાજુ કોંગ્રેસના અગ્રણી સાંસદ મનીષ તીવારીએ આ બન્ને સલાહકારો દ્વારા જમ્મુ કાશ્મીર અંગે જે નિવેદન કર્યુ છે તેની ઝાટકણી કાઢીને ૧૯૯૪માં જમ્મુ કાશ્મીર અંગે કોંગ્રેસે સંસદમાં ઠરાવ પસાર કરાવ્યો હતો જ્યારે ૨૦૧૨માં પણ કોંગ્રેસે જમ્મુ કાશ્મીરને ભારતનો આંતરિક હિસ્સો ગણાવ્યો હતો અને તે વખતે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર પીઓકે અને ઉત્તરીય વિસ્તારોને ભારતનો ભાગ ગણાવ્યા હતા. હવે પોતાના આ સલાહકારોની અવળ વાણી અંગે પોતાના મોઢે જાણે કે અલીગઢી તાળા મારી દીધા હોય તેમ ચૂપકીદી સેવી છે. જો કે આ અંગે ભાજપના પ્રવક્તાઓને કોંગ્રેસ પર પ્રહારો કરવાનો એક મુદ્દો મળી ગયો છે. સંદીપ પાત્રા જેવા ચા કરતાં કીટલી ગરમ જેવી મનોવૃત્તિ ધરાવનારા પ્રવક્તાઓ આ અંગે રાહુલ ગાંધીનો જવાબ માગ્યો છે. જો કે નવજોત સિધ્ધુ ના સલાહકારોની અવળવાણી અંગે તેની પાસે જવાબ માંગવો જોઈએ. રાહુલ ગાંધી કે અન્ય કોંગ્રેસી નેતાઓ શું કરે? જો કે ભાજપના કેટલાક પ્રવક્તાઓને રાહુલ ગાંધી પર સાચા-ખોટા પ્રહારો ન કરે ત્યાં સુધી ખાવાનું પચતું નથી.

sidhhu 5 વિવાદ નવજોત સિધ્ધુનો કેડો છોડતો નથી!!!

જો કે નવજોતસિંહ સિદ્ધુ અને વિવાદને ગાઢ સંબંધ છે. પ્રખર વક્તા હોવા છતાં કો’ક વાર બુધ્ધીપૂર્વક કે અમુક વખતે ઈરાદાપૂર્વક બોલવામાં વિચિત્ર વિધાનો અને વર્તન કરતાં હોય છે તેઓ ભાજપમાં હતા અને ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) રચી મોદી અને ભાજપા સામે મોરચો માંડનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માટે પણ અણછાજતા વિધાનો કર્યા હતા તે વખતે તેમનો વ્યાપક વિરોધ થયો હતો. એટલું જ નહિ પણ તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખખડાવ્યા હતા.

sidhhu 4 વિવાદ નવજોત સિધ્ધુનો કેડો છોડતો નથી!!!પંજાબની કોંગ્રેસ સરકારમાં પ્રધાન બન્યા પછી પણ સિધ્ધુએ ઈમરાનખાન પોતાના મિત્ર છે તેમ કહીને તેના વખાણ કર્યા હતા. કરતારપુર સાહેબના ખાતે કાર્યક્રમ પ્રસંગે ગયા ત્યારે ભારત સામે સતત ઝેર ઓકનારા પાકિસ્તાની સૈન્યતા વડા ભાજપાને ગળે લગાવીને કે બાજવાને ગળે પડીને એક પ્રકારનો વિવાદ જ સર્જી દીધો હતો. તેઓ જ્યારે ભાજપના સ્ટાર પ્રચારક હતા ત્યારે અને કોંગ્રેસમાં આવ્યા બાદ સ્ટાર પ્રચારક તરીકે ગયા હોય ત્યાં ભાગ્યેજ એવી કોઈ સભા કે પત્રકાર પરિષદ હશે તેમાં આ ક્રિકેટર કમ રાજકારણીએ બોલવામાં બાફણું ન કર્યુ હોય.

sidhhu 2 વિવાદ નવજોત સિધ્ધુનો કેડો છોડતો નથી!!!
નવજોતસિંઘ સિધ્ધુ વધુ પડતું બોલે છે ત્યારે વિવાદ સર્જાય છે તેવું નથી. ઘણીવાર તેમણે આવા વિવાદો પોતાના વકતવ્ય થકી ઉભા કર્યા છે. આ સંજોગો વચ્ચે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે, નવજોતસિંહ સિદ્ધુ વિવાદનો પર્યાય બની ગયા છે. તેઓ કોંગ્રેસના સામાન્ય કાર્યકર હોય ત્યારે તેઓ બોલવામાં બાફણા કરે તો ચાલે પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે છે ત્યારે પોતાને તો વિવાદી વાત થાય જ નહિ તેમના સલાહકારોનું કાશ્મીર અંગેનું વિધાન અને ઈંદિરા ગાંધી જેવી રાષ્ટ્રીય પ્રતિભાને બદનામ કરતું પોસ્ટર તો ખરેખર વખોડવા લાયક છે. કોંગ્રેસના નેતા તીવારીએ આપેલો જવાબ યોગ્ય છે. જમ્મુ કાશ્મીર અંગે પાકિસ્તાન હજી પણ નવા પ્રકારના ખેલ ખેલે છે તેવે સમયે ભારતના કોઈ નેતા કે તેના સલાહકાર કાશ્મીર બાબતમાં ગમે તેવા વિધાનો કરે અગર તો બોલે તે વાત મોટાભાગના લોકોને ગમી નથી. ભલે સલાહકારોએ આ પ્રકારનું કૃત્ય કર્યુ હોય પણ સિધ્ધુ પોતે આ જવાબદારીમાંથી ક્યારેય છટકી શકે નહિ.
સિધ્ધુના સલાહકારોના વિવાદી વાતો અને કૃત્ય વિષે કોંગ્રેસના જવાબદાર આગેવાનોએ બરાબર જવાબ આપી દીધો છે. પંજાબમાં કોંગ્રેસને ખેડૂત આંદોલન સ્થાનિક ચૂંટણીની જેમ ફળે તેવા સંજોગો છે અને પૂરેપૂરી શક્યતા છે ત્યારે પંજાબમાં કોંગ્રેસને ચૂંટણીમાં નુકશાન થવાનો ભય પણ કેટલાક રાજકીય વિશ્ર્લેષકો નકારી કાઢતા નથી.

વિશ્લેષણ / ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા
વિશ્લેષણ / તેલંગણામાં ટી.આર.એસ. સરકારનું દલિત કાર્ડ
વિશ્લેષણ / તાલિબાનો ચીન – પાક સામે બની શકે છે ભસ્માસૂર

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ