Big Controversy/ આનંદસાગર સ્વામીએ ભગવાન ભોલેનાથ પર ટિપ્પણી કરતા વિવાદ,સનાતન ધર્મી નારાજ,જુઓ વીડિયો

આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં  વાયરલ થઈ રહ્યો છે. જે બાદ વિવાદ સર્જાયો છે

Top Stories Gujarat
3 10 આનંદસાગર સ્વામીએ ભગવાન ભોલેનાથ પર ટિપ્પણી કરતા વિવાદ,સનાતન ધર્મી નારાજ,જુઓ વીડિયો
  • પ્રબોધ સ્વામીના શિષ્યનો વિડીયો વાયરલ
  • આનંદસાગરદાસ સ્વામી કરી રહ્યા છે વાણી વિલાસ
  • મહાદેવ ઉપર ટિપ્પણી કરી રહ્યા છે સ્વામી
  • સ્વામીએ પ્રબોધ સ્વામીને મહાદેવથી મોટા ગણાવ્યા
  • વાણી વિલાસથી સનાતન ધર્મી થયા આહત
  • આનંદસાગરદાસ સ્વામીને જેલ હવાલે કરવા માંગ
  • અમેરિકામાં વાણી વિલાસ કર્યો હોવાનું અનુમાન

આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં  વાયરલ થઈ રહ્યો છે. જે બાદ વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી છે. સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.

વીડિયોમાં આનંદસાગરદાસ સ્વામીએ  ભગવાન મહાદેવ  પર ટિપ્પણી કરી રહ્યા છે,તેમણે પ્રબોધ સ્વામીને મહોદેવથી મોટા ગણાવ્યા છે. આ  નિવેદનથી સનાતન ધર્મી આહત થયા છે. આ વાણી વિલાસ તેમણે અમેરિકામાં કર્યો હોવાનું અનુમાન છે, આ મામલે પોલીસ ફરિયાદની માંગ ઉઠાવ્યા છે.આ વીડિયોની મંતવ્ય ન્યુઝ પુષ્ટિ નથી કરતું