Not Set/ વિવાદ હંમેશા વિકાસને અનુલક્ષીને હોવો જોઈએ

સુરતની ઘટના પણ આઈસીસની કે તાલિબાની યાદ અપાવી જાય છે. આ ઘટનામાં પણ ફેનિલ પોતાની મનમાની કરવામાં જ જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે

Gujarat Others Trending
rina brahmbhatt વિવાદ હંમેશા વિકાસને અનુલક્ષીને હોવો જોઈએ

દેશમાં મહિલાઓ નો એક વર્ગ ક્યાંક જાતે જ પોતાની જાતને ઉમરભર કેદ કરવા આંદોલન ચલાવવા સડકો અને ગલીઓ જામ કરી રહ્યો છે. તો ક્યાંક યુવતીની ગરદન પર જાહેરમાં સરેઆમ છરી ફેરવી પોતે કેદ થવા તલપાપડ થતો યુવાન છે. પરંતુ એકમાં ક્રિમિનલ મેન્ટાલીટી છે તો બીજામાં પરમ્પરાને નામે 16મી સદીમાં પરત ફરવાની જીદ. ધર્મના અફીણના નામે છે. અહીં તેમ પણ કહી શકાય કે જીદ બંને સ્થાને છે. પરંતુ મહિલાઓ કે જેને ક્યાંક બહેકાવવામાં, ક્યાંક મેનિપ્યુલેટ કરવામાં આવી હોય તેવું ચિત્ર છે. પરંતુ ટૂંકમાં હતાશાનો આલમ દેશમાં ઉગ્ર બની સડ઼કોને બદનામ કરી રહ્યો છે.

જી, હા, 21મી સદીના મધ્યાહ્ને પણ જો 16મી સદીની પરદા પ્રથામાં વિશ્વાસ હોય તો એજ્યુકેશન પણ અહીં બેમતલબ છે. ઘૂંઘટ પ્રથા હિંદુઓમાં પણ છે. પરંતુ કેટલાક પરિવારો સુધી સીમિત છે. અને આનો વિરોધ પણ જાયજ છે. આ બંદિશ પણ હવે હટી જવી જોઈએ. જો,કે આજે કેટલાક રૂઢિવાદી પરિવારો પણ અ પરંપરા માંથી બહાર આવી રહ્યા છે. ત્યારે નોંધવું રહ્યું કે સવાલ અહીં વિકાસ વર્સીસ માનસિકતા , ગુલામી અને અપરાધિક માનસિકતાનો છે. દેશનો માહોલ સામાન્ય કે નજીવી બાબતોમાં ડહોળવો તે શું દેશનો અપરાધ નથી? અરે બહેના તમારે પરદા માં કે બંધ કમરા પણ પુરાઈ રહેવું હોય તો કોણ મનાહી કરે છે.  આ તમારો બંધારણીય અને સ્વતંત્રતાનો અધિકાર છે.

કંઈક તે જ પ્રકારે કોલેજ કેમ્પસમાં શું પહેરવું તે નિશ્ચિત કરવાનો અધિકાર પણ જે તે શૈક્ષણિક સંસ્થાનો નો નેચરલી હોય જ.  અજમેરની ખ્વાજા ગરીબ નવાજમાં જવા માટે દરેક સ્ત્રી-પુરુષે માથે કઈ રાખવું પડે છે.  તેવી જ રીતે હિન્દુ મંદિરોમાં પણ માથુ ઢાંકવાનો રિવાજ છે. ત્યારે તેનો વિરોધ ન હોય.. અને પરમ્પરા પ્રમાણે જ દર્શન કરે છે. ત્યારે આ સમજવું જ રહ્યું બહેનો એ..બાકી તમને પરદા માં રહેવું હોય તો કોઈ રોકી ન શકે..તમારે ખુલ્લી હવાની આઝાદી ન માણવી હોય તો આપ પરદા પ્રથાની ગુલામીનો લુફ્ત નોલેજ યુગની ચરમ સીમાએ પણ લઇ શકો છે.  આ આખરે તમારો નિર્ણય છે.

તો સુરતની ઘટના પણ આઈસીસની કે તાલિબાની યાદ અપાવી જાય છે. આ ઘટનામાં પણ ફેનિલ પોતાની મનમાની કરવામાં જ જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે. તેણે ગ્રીષ્મા ની જાન ની સામે તેની જાન ની પણ બાઝી લગાવી છે. અહીં કાયદો તેને ફાંસી આપશે કા ઉંમરકેદ આપશે. મતલબ ગુનાહિત મનમાની એ ન કેવળ ગ્રીષ્માંનું બલ્કે ખુદ પોતાનું અને બંને પરિવારનું પણ જીવન રોળી નાખ્યું છે. સમાજમાં આવા ગુના કોઈ રીતે ચલાવી ન લેવાય. આ ભારત છે ન સીરિયા કે ન અફઘનીસ્તાન.  તેથી જ જાહેરમાં આવું તાલિબાનીકરણ કોઈપણ ભોગે ન ચલાવાય.

વિવાદ હંમેશા વિકાસને અનુલક્ષીને હોવો જોઈએ. નહીં કે મનમાની કે ટીપીકલ માનસિકતાને કારણે.. કેમ કે, આવી જ બાબતો દરેક ધર્મ કે સંપ્રદાયને ગરીબ અને વિકાસથી વંચિત બનાવે છે. ધંધુકાના કિશન ભરવાડની હત્યા પણ આવી તાલિબાની પદ્ધતિની જ હતી. વિરોધ નોંધાવવાના ઘણા માર્ગો છે..અને વળી આ ઈમેજના કારણે જ અન્ય વિકાસવાંછુ લોકોએ પણ વેઠવું પડે છે..

@રીના બ્રહ્મભટ્ટ , કટાર લેખક

માનસિક વિકૃતિ / એક તરફી ગાંડો પ્રેમ જે બીજાને પણ નુકસાનકારક નીવડી શકે: ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર

વિશ્લેષણ / સમાજમાં એવી ઘણી મહિલાઓએ છે જેમણે બુરખા કે ઘૂમટાની હદ વટાવી અને દેશ-દુનિયામાં નામ રોશન કર્યું

ગુજરાત / ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે :ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ

સુરક્ષામાં ચૂક / નકલી પાસથી નમો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લાઈવ સટ્ટો રમ્યા, પણ પછી..